મેઘરજ ગ્રામ પંચાયતમાં સ્થાનિકોનો હલ્લાબોલ,ચૂંટાયેલી પેનલની રાજીનામાની માંગ.
અરવલ્લી જિલ્લાના મેઘરજ ગ્રામ પંચાયતમાં સ્થાનિકો વહીવટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.એવામાં આજ રોજ મેઘરજમાં (૩૦૦) જેટલા ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો .મેઘરજ ગામની આશરે (૧૨) હજારની વસ્તી ધરાવતા આ ગામ માં સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગામ માં કોઈજ વિકાસના કામ થતાં નથી જેવાકે રોડ રસ્તા સાફસૂફ કરવા કે ચોમાસામાં પાણી ભરાંતા પાણીનો કોઈ નિકાલ નથી.ગામમાં પાણી ભરાવાને લઇ રોગચાળો ફેલાયો તેવી હાલત છે.તો દવાઓ પણ છાંટવામાં આવતી નથી.જેથી ગામના લોકો આવા વહીવટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ગામજનોનો એક જ અવાજ છે કે વહીવટ કર્તાઓ રાજીનામું આપે અને જો રાજીનામું નહિ આપે ત્તો ગાંધીચીંધ્યા માર્ગે સોમવારે મેઘરજ બંધનું એલાન આપવામાં આવશે એવુ ગામલોકો એ જણાવ્યું હતું.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.