ચેતક કમાન્ડોના ત્રાસથી પત્નીએ ઝેરી દવા પી મોત વહાલું કર્યું
શહેરના સેક્ટર 30 સરકારી મકાનમાં રહેતા અને મગોડી સ્થિત એસઆરપી ગૃપ 12માં ફરજ બજાવતા કર્મચારીના ત્રાસથી તેની પત્નીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી નાખ્યુ છે. છેલ્લા દોઢ મહિનાથી પત્નીને પારાવાર યાતનાઓ આપવામાં આવતી હતી અને ઘર ખર્ચના રૂપિયા પણ આપવામાં આવતા ન હતા. ત્રાહિમામ પોકારી ગયેલી પરણિતાએ ઝેરી દવા પી મોત વ્હાલુ કરતા બનેવી સામે સાળાએ સેક્ટર 21 પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.
રિપોર્ટ : શિવાંગ પ્રજાપતિ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
