દીકરો ખુલ્લામા કુદરતી હાજતે જતા સદભાવના નર્સરીના ચોકીદારે ઝઘડો કરી પિતાને માર માયા - At This Time

દીકરો ખુલ્લામા કુદરતી હાજતે જતા સદભાવના નર્સરીના ચોકીદારે ઝઘડો કરી પિતાને માર માયા


શહેરના સાંઢીયા પુલ પાસે કુદરતી હાજતે બેઠેલા સગીરાને અત્રેની સદભાવના નર્સરીના ચોકીદારે અહીંયા કેમ હાજતે બેઠો છો? તેમ કહીં ધમકાવતા સગીરાના પિતા વચ્ચે પડતા ચોકીદારે પિતાને લોખંડના પાઈપથી માર માર્યો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
બનાવની વિગત મુજબ, સુરેશભાઇ નાનાલાલ મહેતા (ઉ.વ.43 રહે.શહીદ ઉધમસિંહ ટાઉનશીપ ડી-305 કુવાડવા રોડ ડી માર્ટ વાળી શેરી)એ ફરિયાદમાં આરોપી તરીકે સદભાવના નર્સરીના ચોકીદાર નિલેશ મહાવીરનું નામ આપ્યું છે.
જેમાં જણાવ્યું કે, હું જામનગર રોડ સાંઢીયા પુલ ઉતરતા એરપોર્ટ ગાર્ડનની સામે ગણેશ પાન નામે દુકાન ચાલવું છું. ગત રોજ સવારના દસેક વાગ્યાની આસપાસ હું મારી પાનની કેબીને હતો. મારો દીકરો પ્રિયાંક (ઉ.વ.16) અમારી કેબીનની પાછળ સદભાવના નર્સરી પાસે ગયેલ ત્યારે આ સદભાવના નર્સરીનો ચોકીદાર મારા દિકરા પ્રિયાંકને અપશબ્દ બોલતો હોય જેથી ચોકીદારને પૂછેલ કેમ અપશબ્દ બોલે છે ચોકીદારે કહેલ કે તમારો દીકરો અહીં હાજતે કરવા આવેલ અને જેની ના પાડતાં ઝઘડો થયો હતો. હું વચ્ચે પડતા આ ચોકીદારે મને પણ અપશબ્દ બોલી ઝપાઝપી કરી મને લોખંડનો પાઇપ માથાના ભાગે મારતા મારા દિકરા પ્રિયાંકએ 108માં ફોન કર્યો હતો. એબ્યુલન્સ આવતા મને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.