મહુવા પંથકમાં લીલા ગાંજાનુ વાવેતર સાથે આરોપી ઝડપાયો વાડીવિસ્તાર માં SOG પોલીસ ટીમે ખેતર જડફી પડ્યું ગાંજાના છોડનુ ખેતરમાં વાવેતર કરનાર એક ઇસમને ૩૭.૨૮ કિ.ગ્રા લીલા તથા સુકા ગાંજાના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર S.O.G - At This Time

મહુવા પંથકમાં લીલા ગાંજાનુ વાવેતર સાથે આરોપી ઝડપાયો વાડીવિસ્તાર માં SOG પોલીસ ટીમે ખેતર જડફી પડ્યું ગાંજાના છોડનુ ખેતરમાં વાવેતર કરનાર એક ઇસમને ૩૭.૨૮ કિ.ગ્રા લીલા તથા સુકા ગાંજાના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર S.O.G


( રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા)

મહુવા પંથકમાં લીલા ગાંજાનુ વાવેતર સાથે આરોપી ઝડપાયો વાડીવિસ્તાર માં SOG પોલીસ ટીમે ખેતર જડફી પડ્યું ગાંજાના છોડનુ ખેતરમાં વાવેતર કરનાર એક ઇસમને ૩૭.૨૮ કિ.ગ્રા લીલા તથા સુકા ગાંજાના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર S.O.G
ગુજરાત સરકારશ્રી દ્વારા "નશા મુક્ત ગુજરાત" અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર નાઓએ ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે "NO DRUGS IN BHAVNAGAR અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. વધુમાં માનનીય ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબેને ધ્યાને આવેલ કે, ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થનુ વેચાણ કરી લોકાના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા ખાસ કરીને આવા નશાકારક પદાર્થનો ઉપયોગ ગુનેગારો ગુનો આચરતા પૂર્વે નશો કરતા હોય તથા યુવાધન આવા ગાંજાનુ સેવન કરીને નશાખોરીના રવાડે ચઢેલ હોય જેથી ભાવનગર શહેર તથા જિલ્લામાં આવી બનતી પ્રવ્રુતિ અટકાવવા માટે નશાકારક પદાર્થનુ બિન અધિકૃત વેચાણ/વાવેતર કરનારને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા મહે.પોલીસ અધિક્ષક સા.શ્રી નાઓએ સુચના આપેલ હોય.

જે અન્વયે ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ. સુનેસરા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલને ચોક્કસ બાતમીના આધારે જીલુભાઇ ભીખુભાઇ ગોહિલ ઉ.વ.૫૦, ધંધો-ખેતી રહે.વાઘવદરડા તા.મહુવા, જી.ભાવનગર વાળાએ પોતાની વાડીમાં લીલો ગાંજાના છોડ નંગ ૧૦ જેનુ વજન-૩૬ કિલો ૩૦૦ ગ્રામ જેની કિ.રૂ.૧,૮૧.૫૦૦/- તથા સુકો ભેજવાળો ગાંજો જેનુ વજન ૦.૯૮૦ કિ.ગ્રા જેની કિ.રૂ ૯,૮૦૦/- સહિત કુલ કિ.રૂ ૧,૯૧,૩૦૦/-ના મુદ્દામાલ સાથે મજકુર ઇસમને પકડી પાડેલ આ અંગે તેના સામે એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી, એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. મિત્તેશભાઇ મહેશભાઇ જોષી દ્વારા બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.