મંગળવારથી ખેડૂત પોર્ટલ પ્રારંભના નિર્ણયને આવકારતાં જસદણના યુવા ખેડુત આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાના પુર્વ પ્રતિનિધિ અને યુવા ખેડુત આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયાએ રાજયના ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલનો વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રારંભ કરવાના રાજય સરકારના નિર્ણયને આવકારી અભિનંદન પાઠવતા જણાવેલ કે ભાજપ સરકાર દ્વારા આગામી તા.૧૮ જુન ૨૦૨૪ સવારે ૧૦.૩૦ થી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવી રહયું છે, જેથી બહોળા પ્રમાણમાં ખેડૂતો આ યોજનાનો મહતમ લાભ લઈ શકે.ત્યારે ઉપરોકત બંને યોજનાઓમાં પાણીના ટાંકામાં ૫૦ ટકા અથવા ૯.૮૦ લાખ બે માં થી જે ઓછુ હોય તે મળવાપાત્ર છે. સ્માર્ટ ફોનમાં કિંમતના ૪૦ ટકા અથવા રૂા.૬૦૦૦ બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર છે તથા પાક સંગ્રહ સ્ટ્રક્ચરમાં ખર્ચનાં ૫૦% અથવા રૂ. ૭૫૦૦૦ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે.રાજયભરના ખેડૂતવર્ગમાં રાજય સરકારના આ નિર્ણયથી ખુશાલી વ્યાપી ગઈ છે. ત્યારે રાજય સરકાર ઘ્વારા વધુ એક ‘આઇ ખેડૂત' પોર્ટલ નો પ્રારંભ કરવાના ખેડૂતહીતલક્ષી નિર્ણયને આવકાર આપ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.