જિલ્લા પંચાયતના આરોગ્ય શાખામાં બોલી ધડબડાટી, સામસામે નોંધાઈ પોલીસ ફરિયાદ
રાજકોટ જિલ્લા પંચાયત કચેરીમાં આરોગ્ય શાખાના કર્મચારીઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. બંને પક્ષ તરફથી પોલીસમાં એકબીજા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
રાજકોટની જિલ્લા પંચાયત કચેરીમાં આરોગ્ય શાખામાં સિનિયર અને જુનિયર ક્લાર્ક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મુકેશ બારેજીયાએ ફરિયાદ કરી છે કે, સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નિકુંજ વારંવાર ઊંચા અવાજે બોલીને કામ બરાબર નથી કરતા જેને લઈને નોકરીમાંથી કાઢી મૂકશું તેવું કહેવામાં આવતું હતું. ત્યારે જુનિયર ક્લાર્ક મૂકેશ નિકુંજને કહ્યું કે, તમે તમારા ટેબલ પર ક્યારેય હાજર હોતા નથી જે બાબતે ઉશ્કેરાઈ જઈને ગાળો ભાંડી જુનિયર ક્લાર્કને માર મારવામાં આવ્યો હતો તેમ જ જાનથી મારી નાખીશ તેવું પણ કહેવામાં આવ્યું હતું.
સિનિયર ક્લાર્ક નિકુંજ ટીલાવતે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, અવારનવાર મુકેશ ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે. તેમજ અન્ય કર્મચારીઓની હાજરીમાં કાઠલો પકડી હાથમાં કાગળ કાપવાનું કટર બતાવી માર મારી ટીશર્ટ ફાડી નાખ્યું હતું, તેમ જ પેપર વેઇટનું પોતાના પર જ ઘા કરી ઇજા પહોંચાડી હતી. હાલ પ્રદ્યુમન નગર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.