ઉત્સવ પાર્કમાં ચાલતી જુગાર કલબમાં દરોડા : ત્રણ વેપારી સહિત પાંચ ઝડપાયા - At This Time

ઉત્સવ પાર્કમાં ચાલતી જુગાર કલબમાં દરોડા : ત્રણ વેપારી સહિત પાંચ ઝડપાયા


સાંઇબાબા સર્કલ પાસે ઉત્સવ પાર્કમાં બંધ બારણે ચાલતી જુગાર કલબમાં દરોડો પાડી ત્રણ વેપારી સહિત પાંચ શખ્સોએ પીસીબીની ટીમે દબોચી રૂ. 93400નો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ પીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના કોન્સ્ટેબલ હીરેન સોલંકી સહિતના સ્ટાફને મળેલ ચોકકસ બાતમીના આધારે કોઠારીયા મેઇન રોડ પર સાંઇબાબા સર્કલ, ઉત્સવ પાર્ક શેરી નં.4માં રહેતા કિશન વિઠ્ઠલ કવૈયાના મકાનમાં ચાલતા જુગારમાં દરોડો પાડી બંધ બારણે પતા ટીંચતા કિશન કવૈયા, કરણ દિપક ચૌહાણ રહે. સહકાર મેઇન રોડ, શ્રીનગર સોસાયટી, ધમેન્દ્ર ચંદુ ભીંડોરા રહે. શ્યામ હોલ, શાક માર્કેટની બાજુમાં, પાર્થ મનીષ બારડ રહે. નાના મવા મેઇન રોડ, વિવેક ઉર્ફે સંજય વિજય ધાંધણીયા રહે. ગોકુલ પાર્ક શેરી નં.1ને પકડી પાડી રૂ. 93400ની રોકડ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.