કુતિયાણાના દેવડા ગામે માતૃત્વચેકઅપ કેમ્પ યોજાયો
કુતિયાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવડા ખાતે એ.એન.સી. માતૃત્વ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ,જેમાં આશરે ૫૫ થી ૬૦ સગર્ભા બહેનો ચેકઅપ માટે આવ્યા હતા, તમામ સગર્ભા બહેનોની પ્રાથમિક તપાસ તેમજ નિદાન પોરબંદરની ન્યુ લાઇફ હોસ્પિટલના ગાયનેક ડો.નશરૂમ છુટાણી તેમજ પી.એચ.સી. ના મેડિકલ ઓફિસર ડો.ધ્રુવ પરમાર દ્વારા કરવામાં આવી હતી. સાથે સાથે ખિલખિલાટ કો-ડીનેટર હિતેશ વાળા તેમજ કેપ્ટન સિધ્ધાર્થ સિંગલ, જીતેશ વિરમગામા દ્વારા સુંદર આયોજન કરી સગર્ભા બહેનોને ઘરે થી લેવા-મુકવા માટે ખિલખિલાટની સુંદર કામગીરી કરવામાં આવી હતી.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
