દાહોદ જિલ્લામાં ઠેર ઠેર “વિકાસ સપ્તાહ ૨૦૨૪”ની ઉજવણી* *વિકાસ સપ્તાહની ઝાંખી રજૂ કરતાં બેનર્સ લગાવાયા*
દાહોદ:- વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના ૨૩ વર્ષના સુશાસનને વધાવવાના ભાગરૂપે રાજ્યભરમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
દાહોદ જિલ્લામાં કલેકટર યોગેશ નિરગુડેના દિશા - નિર્દેશ હેઠળ 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી શરૂ થઈ ગઈ છે, જે નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે."વિકાસ સપ્તાહ ૨૦૨૪" ની ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઝાંખી રજૂ કરતાં બેનર્સ ઠેર ઠેર લગાવવામાં આવ્યાં હતાં.
રિપોર્ટર :- ઝેની શેખ
8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.