વાડીની ઝુંપડીએ તરફાળ લેવા જતા શખસ તુટી પડ્યો મહુવાના શાંતીનગર ગામે આધેડ ઉપર શખસનો જીવલેણ હુમલો વાડીના ભાગીયાના પિતા હુમલો કરી સીમ ઓળંગી ફરાર બન્યા
વાડીની ઝુંપડીએ તરફાળ લેવા જતા શખસ તુટી પડ્યો મહુવાના શાંતીનગર ગામે આધેડ ઉપર શખસનો જીવલેણ હુમલો વાડીના ભાગીયાના પિતા હુમલો કરી સીમ ઓળંગી ફરાર બન્યા
મહુવા તાલુકાના શાંતીનગર ગામે વાડીએ બાજરીનું વાવેતર કરવા ખાતર લઈ વાડીએ ગયા હતા. ત્યા ભાગીયાની ઝુંપડીએ તરફાળ લેવા જતા ભાગીયાના પિતાએ જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી સીમ ઓળંગીને નાસી છુટ્યો હતો. દરમીયાન આધેડને ગંભીર હાલતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના શાંતિનગર ગામના વતની અને હાલ સુરતના
કાપોદ્રામાં રહેતા પ્રવિણભાઈ કરશનભાઈ રાખોલીયાએ ખુંટવડા પોલીસ મથકમાં ભોથા રામજીભાઈ માવરીયા (રે. હાલ શાંતીનગર, તા. મહુવા, મુળ લોંગીયા તા. મહુવા) સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧ના રોજ સવારના અરસા દરમીયાન સીમમાં આવેલી તેની દસ વિધા વાડીમાં બાજરીનુ વાવેતર કરવા તેના પિતા કરશનભાઈ મનજીભાઈ રાખોલીયા અને તેના કૌટુંબીક ભાઈ લક્ષ્મણભાઈ પ્રાગજીભાઈ રાખોલીયા બન્ને ખાતર લઈ વાડીએ ગયા હતા. ત્યા તેઓના બાપુજી કરશનભાઈ
તેના ભાગીયા જગદીશભાઈના ઝુંપડે તરફાળ લેવા માટે જતા જગદિશભાઈના પિતા ભોથા રામજીભાઈ માવરિયાએ જીવલેણ હુમલો કરી તેના પિતાન આડેધડ હથીયારના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી પોતે શાંતિનગરની સીમ ઓળંગી નાસી છુટયો હતો.
દરમિયાન તેના બાપુજીને લોહીયાળ હાલતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે ખુંટવડા પોલીસે શખસ સામે બીએનએસ એક્ટ ૧૦૯, જીપી એક્ટ ૧૩૫, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.