વિરપુર APMC હોલ ખાતે વેપારીઓ અને વહીવટી તંત્રની બેઠક યોજાઈ.. - At This Time

વિરપુર APMC હોલ ખાતે વેપારીઓ અને વહીવટી તંત્રની બેઠક યોજાઈ..


દિન સાતમા ફાયર સેફ્ટી સાધનો વસાવી લેવા અનુરોધ કરાયો...

બેઠકમાં ફાયર સેફ્ટીનો ડેમોસ્ટ્રેશન થકી ફાયર સેફટી અંગે વેપારીઓને માહિતગાર કરવામાં આવ્યા...

સમગ્ર દેશમાં રાજકોટની ઘટનાને લઈ હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે ધીરે ધીરે હવે તંત્ર જાગૃત બનતું દેખાઈ રહ્યું છે વિરપુર સર્કલ ઓફિસર,વિરપુર ગ્રામ પંચાયતના વહીવટદાર, તલાટી, રેવન્યુ તલાટી, વિરપુર પોલીસ સાથે ટિમ બનાવી વિરપુરના મોલ, દુકાનો, હોસ્પિટલો, ખાતે ફાયર સેફટી અને exite poient ની જીણવટ પૂર્વક ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વિરપુર APMC હોલ ખાતે વિરપુર વેપારીઓ એસોસીએશન અને વિરપુર વહીવટ તંત્ર અને પોલીસની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં વેપારી એસોસિયેશન, હોસ્પિટલ, મંદિર, મસ્જિદના હોદ્દેદારો અને અલગ અલગ માર્કેટના સંચાલકો અને પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ફાયર એનઓસી અને માર્કેટના એન્ટ્રી એક્ઝિટ માર્ગની સમજૂતી તેમજ દિન સાતમા ફાયર સેફ્ટી સાધનો વસાવી લેવા સહિતની જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી આ બેઠકના અંતમાં ફાયર સેફ્ટી અંતર્ગત વેપારીઓને આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એસ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો સાથે જ કઈ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે ફાયર વિભાગ કર્મીઓએ ડેમો રજૂ કરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું આ બેઠકમાં વિરપુર વહીવટી તંત્ર સર્કલ ઓફિસર સમીર પંચાલ, પીએસઆઇ એસ બી ઝાલા, વહીવટદાર નરેશ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ નિખીલ પટેલ સહિતના અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..

તસવીર લખાણ-વિરપુર એપીએમસી હોલ ખાતે વેપારીઓની અને તંત્રની બેઠક યોજાઈ બેઠક બાદ ફાયર સેફ્ટી અંતર્ગત ડેમો કરવામાં આવ્યો હતો..

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.