સરકારી નર્સિંગ કોલેજ ખાતે વિશ્વ હિપેટાઈટિસડે ની થઈ ઉજવણી
પોરબંદરની નર્સિંગ કોલેજ ખાતે ઇટ્સ ટાઈમ ફોર એકશન થીમ અંતર્ગત વિશ્વ હિપેટાઈટિસ-ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
દર વર્ષે ૨૮ જુલાઇના રોજ વિશ્વભરના લોકો ડો. બરૂચ બ્લમબર્ગના જન્મદિવસના સન્નમાનમાં વિશ્વ હીપેટાઈટીસ દિવસની ઉજવણી કરે છે.ઇટ્સ ટાઈમ ફોર એકશન થીમ અંતર્ગત ઉજવણીના ભાગરૂપે ડો. સીમા પોપટીયા,ડો. લીઝા ધામેલીયાના માર્ગદર્શન હેઠળ નર્સીંગ સ્કુલ ખાતે નર્સિંગ વિદ્યાર્થીઓ માટે એચ.આઈ.વી, આર,પી.આર, એચ.બી.એસ.એ.જી, એચ.સી.વી, ટી.બી, પી.ઈ.પી, અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમા ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું હતુ, ૧૨૦ વિદ્યાર્થીઓએ તપાસ પણ કરાવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ એન.એ.સી.પી સ્ટાફ, નર્સીગ કોલેજના પ્રિન્સીપાલ શ્રદ્ધાબેન, વાત્સાયન કેન્દ્રના કર્મચારી કાઉન્સેલર વર્ષાબેન જોષી, અલ્કા મોતીવરસ, હિરેન જોષી ટેકનીશ્યન વર્ષાબેન પંચમીયા, ખુશ્બુ હોદાર, કમલ શર્મા, પ્રદિપ રાવલ તમામ લોકોએ સેવાઓ આપી હતી.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.