મધ્ય પ્રદેશ રાજ્યના આઝાદ નગર પોલીસ સ્ટેશન નો મંદિર ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ રૂપીયા સાથે આરોપીઓને ઝડપી પાડતી ધાનપુર પોલીસ. - At This Time

મધ્ય પ્રદેશ રાજ્યના આઝાદ નગર પોલીસ સ્ટેશન નો મંદિર ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ રૂપીયા સાથે આરોપીઓને ઝડપી પાડતી ધાનપુર પોલીસ.


ધાનપુર પોલીસ મથકના પીએસઆઈ એન.એન.પરમાર ધાનપુર પોલીસ મથકના સ્ટાફ સાથે ધાનપુર પોલીસ સ્ટેશનના તથા જીલ્લા બહારના તથા રાજ્ય બહારના અલગ-અલગ ગુન્હામા સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વાસીયા ડુંગરી રોડ તરફથી ધાનપુર તરફ જતા રસ્તા પર રાછવા ઘાટામાં ચાર ઇસમો શંકાસ્પદ હાલતમાં ચાલીને જઇ રહ્યા હતા જે ચારેય ઇસમોને ઝડપી પાડી તપાસ કરતા એક રૂમાલની પોટલીમાં સીક્કા તથા નોટો મળી આવેલ તથા ચારેય ઇસમોની અંગ જડતી કરતા ચાર મોબાઇલ મળી આવેલ જે મળી આવેલ રૂપીયા તથા મોબાઇલ બાબતે ઘનિષ્ઠ પુછપરછ કરતા જણાવેલ કે આ રૂપીયા ચારેય ઇસમોએ ગઇ તા.૦૧/૦૭/૨૦૨૪ ના એમ.પી. રાજ્યના વર્ઝર ગામમાં આવેલ શનીદેવ તથા હનુમાન મંદિરમાં આવેલ દાનપેટીના રૂપીયા રાત્રીના સમયે ચોરી કરેલ હોય તથા આ મોબાઇલ અમારી પોતાની માલીકીના હોવાનુ જણાવી ગુન્હાની કબુલાત કરી હતી જેના આધારે રેકર્ડ પર તપાસ કરતા આ ચોરી બાબતે એમ.પી.ના આઝાદ નગર પો.સ્ટે. ખાતે એ પાર્ટ. ગુ.ર.ન.૦૩૩૭/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૩૦૫ મુજબનો ગુન્હો નોંધાયેલ હોવાનુ જણાઇ આવેલ હોય જે આ ગુન્હાના કામે ચોરીમાં ગયેલ રૂપીયા ૧,૨,૫,૧૦ ના સીક્કા તથા ૧૦,૨૦,૫૦,૫૦૦ ની નોટો મળી કુલ રૂ.૩,૭૪૭/- તથા ચાર મોબાઇલ ફોન ચારેય ઇસમો પાસેથી મળી આવેલ હોય જે રૂપીયા તથા મોબાઇલ સાથે (૧) કિશનભાઇ સમરસિંગ જાતે.મોહનીયા રહે.સજોઇ,પટેલ ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ
(૨) શૈલેષભાઇ મગનભાઇ જાતે.ભાભોર રહે.મંડોર, તળાવ ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ
(૩) દિતાભાઇ શકરાભાઇ જાતે.બારીયા રહે.કાકડખીલા, ખેડા ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ
(૪) મુકેશભાઇ માનસીંગભાઇ જાતે.ભુરીયા રહે.કાકડખીલા, નિશાળ ફળીયુ તા.ધાનપુર જિ.દાહોદ
આ ચારેય આરોપીઓને ઝડપી પાડી બી.એન.એસ.એસ. કલમ.૩૫(૧)ઇ મુજબ ધોરણસર અટક કરી એમ.પી. રાજ્યના આઝાદ નગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.