સેમારાના મુવાડા રામદેવપીરના મંદિરે પાસે હીન્ધોલિયા જુથ પાણી પુરવઠાની અધુરી કામગીરીને લઇને અકસ્માતનો ભય - At This Time

સેમારાના મુવાડા રામદેવપીરના મંદિરે પાસે હીન્ધોલિયા જુથ પાણી પુરવઠાની અધુરી કામગીરીને લઇને અકસ્માતનો ભય


મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડા ગામના રામદેવપીરના મંદિર પાછળ તેમજ સેમારાના મુવાડા ગામે જતા રોડની અડીને તંત્ર દ્વારા બે માસ પહેલા હીન્ધોલિયા જુથ પાણી પુરવઠાની નવીન પાઈપો માનજીના મુવાડા થી સીમલીયા સુધી નાખવા માટે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવેલ હતી.ત્યારે સેમારાના મુવાડા ગામે જતા રોડની અડીને તંત્ર દ્વારા નવીન પાઈપો નાખવા માટે જેસીબી દ્વારા ખોદકામ હાથ ધરવામાં આવેલ હતું.પણ હજુ સુધી બે મહીના ઉપર થતાં કોન્ટ્રાકટરો તે ખોદકામ પૂરવામાં આવેલ નથી.અને રોડની બિલકુલ અડીને ખોદવામાં આવેલ હોવાને લઇને કોઇ મોટો અકસ્માત સર્જાય તેવુ જોવા મલી રહ્યું છે.શુ તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠયુ હોય તેવું લાગી રહ્યું છે.જયારે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખોદકામ કરવામાં આવેલ કામગીરી પુરવામાં આવે તેવી સ્થાનિક લોકોની ઉગ્ર માંગ જોવા મળી રહી છે.

તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠયુ હોય તેવા એંધાણ

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.