શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ સંસ્કૃતની નિંદા, રાષ્ટ્રની નિંદાનો વિરોધ- કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ તા ૧૫-૦૨-૨૦૨૫ શીર્ષકો ૧. સાંસદ દયાનિધિ મારન - At This Time

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ સંસ્કૃતની નિંદા, રાષ્ટ્રની નિંદાનો વિરોધ- કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ તા ૧૫-૦૨-૨૦૨૫ શીર્ષકો ૧. સાંસદ દયાનિધિ મારન


પ્રેસનોટ
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ
સંસ્કૃતની નિંદા, રાષ્ટ્રની નિંદાનો વિરોધ- કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ
તા ૧૫-૦૨-૨૦૨૫
શીર્ષકો
૧. સાંસદ દયાનિધિ મારન દેશવાસીઓની માફી નહીં માંગે તો શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કરશે દેશવ્યાપી આંદોલન
૨. સંસદમાં સંસ્કૃતને લઇ ઉઠેલા પ્રશ્નના વિરોધમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કરી શકે છે દેશવ્યાપી આંદોલન- કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિએ જણાવ્યું છે કે- ભારત ઋષિઓનું રાષ્ટ્ર છે, તેની સંસ્કૃતિ વૈદિક સનાતન સંસ્કૃતિ છે, જે ઋષિસંસ્કૃતિ, કૃષિસંસ્કૃતિ અને નદીસંસ્કૃતિના નામથી ઓળખાય છે. સંસદના વર્તમાન સત્રમાં ડીએમકે સાંસદ દયાનિધિ મારને જે સંસ્કારહીન અને વિવેકહીન ટિપ્પણી સંસ્કૃત વિશે કરી છે, તે અત્યંત નિંદનીય છે.
ભારતીય સંસ્કૃતિનું મૂળ સંસ્કૃત છે અને સંસ્કૃત બધી ભારતીય ભાષાઓનો પણ આધાર છે એટલે સંસ્કૃત આપણી માં છે અને માં વિશે જે સંતાનનો આદરભાવ અને સ્વાભિમાન નથી હોતું, તેને કુપુત્ર કહેવાય છે. ભાષા પ્રત્યે અને રાષ્ટ્ર પ્રત્યે જે નાગરિકને સ્વાભિમાન ન થતું હોય, તેને રાષ્ટ્રદ્રોહી અને ભાષાદ્રોહી કહેવાય છે. આ ક્રમમાં સાંસદ દયાનિધિ મારન કઇ કક્ષામાં આવે છે, તે નિર્ણય ભારતવાસીઓએ કરવો રહ્યો.
સંસદમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા જે ઉત્તર આપવામાં આવ્યો અને ભારતીય સંવિધાનમાં સ્વીકૃત ભાષાઓમાં સંસ્કૃત છે, જે બધા ભારતીય ભાષાઓનું મૂળ છે. અધ્યક્ષનો આ પ્રત્યુત્તર આપણા બધા ભારતીયો માટે સર્વથા ગ્રાહ્ય છે અને એવું યથોચિત સમાધાન આપી તેમણે ભારતીયોના હૃદયને આકર્ષિત કરનાર પ્રતિવેદન આપ્યું તે આપણા બધા માટે અભિનંદનીય અને વંદનીય છે.
સંસ્કૃત એ ભારતની અસ્મિતા સાથે જોડાયેલી છે. માટે ભારતમાં રહેવા છતાં જે નાગરિક સંસ્કૃતનું કે સંસ્કૃતિનું અપમાન કરે છે, તેનાથી મોટો રાષ્ટ્રદ્રોહી બીજો કોઇ ન હોય શકે.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો આ આગ્રહ છે કે સાંસદ દયાનિધિ મારન પોતાની ભૂલ સ્વીકારે અને સંસદમાં દેશવાસીઓની માફી માંગે, અન્યથા યુનિવર્સિટી તરફથી દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image