સાયલા ખાતે ગૌ સેવા વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાયો. - At This Time

સાયલા ખાતે ગૌ સેવા વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાયો.


સાયલા લાલજી મહારાજની જગ્યાના ગોપાલ ભુવન પરિસરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગૌ સેવા વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યકરોને ગો સેવા ગતિવિધિ અંતર્ગત પ્રશિક્ષિત કરવા માટે બે દિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાયો હતો. સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, કચ્છ તેમજ ભાવનગર વિભાગના કાર્યકર્તાઓને ગૌ સેવાનું વિશેષ માર્ગદર્શન મળી રહે તે હેતુથી યોજાયેલ વર્ગમાં વિવિધ સ્થાનો પરથી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લાલજી મહારાજની જગ્યાના મંડલેશ્વર અમરદાસજીના હસ્તે દિપ પ્રાગટ્ય કરાયું હતું.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.