નિર્મલા રોડ પર બે વૃક્ષની કતલ, શો-રૂમ ધારકને નોટિસ
રાજકોટ શહેરમાં હરિયાળી વધારવા માટે ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે અને બજેટમાં પણ જોગવાઈ થાય છે. પણ, કેટલાક શખ્સો એવા પણ છે જે પોતાના ઘર કે દુકાનની સામે વૃક્ષ હોય તો દુકાન દેખાય નહીં તેવા વાહિયાત બહાને ગેરકાયદે વૃક્ષોની કતલ કરી નાખે છે. આવો વધુ એક બનાવ નિર્મલા રોડ પર બન્યો છે જ્યાં બે વૃક્ષ કાપી નાખ્યા છે જ્યારે એક વૃક્ષને ઝુકાવી દેવાયું છે.
નિર્મલા રોડ પર સજાવટ નામના કપડાંના શો-રૂમ પાસે એક કરંજ અને એક બોરસલીના વૃક્ષને થડથી કાપી નખાયા હોવાની માહિતી મળતા ગાર્ડન શાખા સ્થળ પર પહોંચી હતી. વૃક્ષો રાત્રે જ કપાયા હોવાથી કોણે કાપ્યા તેની તપાસ કરતા શો-રૂમ ધારકે કાપ્યા હોવાની વાત મળી હતી જેથી તેને નોટિસ ફટકારાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.