ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ આયોજીત નવરાત્રી મહોસ્તવમાં ગીતો ના સુરે ઝૂમતો મહેર સમાજ - At This Time

ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ આયોજીત નવરાત્રી મહોસ્તવમાં ગીતો ના સુરે ઝૂમતો મહેર સમાજ


નવરાત્રી મહોસ્તવમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો, ભાઈઓ અને બહેનોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા ગોસા (ઘેડ) પોરબંદર તા.૦૯/૧૦/૨૦૨૪ માઁ જગદંબાના આરાધ્યાના દિવસો એટલે કે નવરાત્રી. આ નવરાત્રી ના દિવસો જેમ જેમ આગળ વધતા જાય છે એમ શ્રી મહેર સમાજ – શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજિત મહેર નવરાત્રી રાસોત્સવ – ૨૦૨૪માં ખેલૈયામા પણ ગરબે રમવાનો રંગ જામી રહ્યો છે. આજે છઠા નોરતે પણ ખેલૈયાઓએ મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ હતો. માતાજીના અલગ અલગ સ્વરૂપોની પૂજા અને આરાધના કરવાથી સિદ્ધિઓ અને ફળ પ્રાપ્ત થાય છે. છઠ્ઠા નોરતે મહાશક્તિએ કાત્યાયની સ્વરૂપ ધારણ કર્યું હતું. માતા દુર્ગાના કાત્યાયની સ્વરૂપનો ઘણો મહિમા છે. નવરાત્રિના અગાઉના દિવસોની જેમ માતાજીના સ્વરૂપની પ્રાસંગિકતા અનુસાર આજે પણ શ્રી મહેર મહિલા મંડળના બહેનો દ્વારા માતાજીનો શણગાર કરવામાં આવ્યો હતો અને તે મુજબ માતાજીની આરતી સાથે નવરાત્રિના છઠ્ઠા પર્વની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં આજે નવરાત્રી સમિતિના અધ્યક્ષ અરજનભાઇ ખિસ્તરીયા, સહઅધ્યક્ષ નવઘણભાઈ બી મોઢવાડીયા, કારાભાઈ કેશવાલા સહિતના કાર્યકર ભાઈ બહેનો જોડાયા હતા.
રોજની જેમ આજે પણ પૂર્વનિર્ધારિત આયોજન મુજબ ભાઈઓ, બહેનો અને મિક્ષ એમ ત્રણ વિભાગમાં વિવિધ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે તાળી રાસ, દાંડિયા રાસ, મણિયારો રાસ જેવા રાસના વિવિધ સ્વરૂપોને ખેલૈયાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. જીટીપીએલના માધ્યમથી સમગ્ર વિસ્તારમાં છઠ્ઠા દિવસની આ નવરાત્રિનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું તેમજ યુ ટ્યુબની ચેનલ મારફત પણ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આજે આ કાર્યક્રમમાં દુલા ભાઈ ઓડેદરા , બાબુભાઈ મોઢવાડિયા(વાપી), ભીમભાઇ ગોરસીયા, મયુરભાઈ કારાવદરા, રામભાઇ ઓડેદરા (જનતાવારા), ચેતનભાઈ વાઢેર,ડૉ નિલેશભાઈ ગોરાણીયા,લખમણભાઇ
ઓડેદરા (પ્રમુખ માજી સૈનિક સંગઠન), રામભાઇ મોઢવાડીયા, રામભાઇ જાડેજા, કારૂભાઈ ખિસ્તરિયા, રામભાઈ મેપાભાઈ ઓડેદરા, કેશુભાઈ વાઢેર(અંગત મદદનીશ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા), ભુરાભાઈ કારાવદરા, વિક્રમભાઈ ઓડેદરા, ધર્મેશભાઈ પરમાર, ભીખુભાઈ સોપારીવાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બજરંગદળના આગેવાનો કાર્યકરોએ પણ આજે કાર્યક્રમ દરમિયાન આપણા રાસોત્સવની મુલાકાત લીધી હતી તેમજ અગાઉ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરોએ પણ મુલાકાત લીધી હતી.
તદુપરાંત સંસ્થાના નવરાત્રી રાસોત્સવના આયોજનમાં ગેઈટ પરની ટિકિટ વ્યવસ્થામાં પૃથ્વીપાલભાઈ વિસાણા, રાજુજીભાઈ ઓડેદરા, પોપટભાઈ કારાવદરા, જયસુખભાઇ ઓડેદરા , ભાવેશજીભાઈ ઓડેદરા, રાયદેભાઈ મોઢવાડીયા,‌ રમવામાં બેઈઝ વિતરણમાં અરજનભાઈ ખુંટી સહિતના ભાઈઓ સેવા આપી રહ્યા છે.
કાર્યક્રમના અંતે પોતાના વિભાગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો, ભાઈઓ અને બહેનોને ઉપસ્થિત મહેમાનો, આગેવાનો અને સંસ્થાના કાર્યકર્તાઓના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવેલ. દરરોજની જેમ આજના આ કાર્યક્રમનું સુંદર સંચાલન ભાઈ શ્રી પોપટભાઈ ખુંટી દ્વારા કરવામાં આવેલું હતું.
નવરાત્રી રાસોત્સવના આ સમગ્ર આયોજનમાં સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા અને મહામંત્રી બચુભાઈ આંત્રોલીયાના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ તેમજ નવરાત્રી સમિતિના અધ્યક્ષ અરજનભાઇ ખિસ્તરીયા, ઉપપ્રમુખ તેમજ સહઅધ્યક્ષ નવઘણભાઈ બી મોઢવાડીયા, કન્વીનર પરબતભાઈ કેશવાલા સાથે સંસ્થાના કાર્યકર્તાઓ તથા મહેર મહિલા મંડળના બહેનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
પોરબંદરની જેમ રાજકોટ શહેરમાં પણ સમસ્ત રાજકોટ મહેર સમાજ દ્વારા કાલાવાડ રોડ પર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આજે પરંપરાગત ડ્રેસમાં જૂનાગઢની મેરાણી બહેનોના ગ્રુપના રાહડાઓનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા અને મહામંત્રી બચુભાઈ આંત્રોલીયાએ હાજરી આપી હતી. રાજકોટના આંગણે જ્યારે રાસોત્સવના સ્વરૂપે આ રીતે જ્ઞાતિનો ભવ્ય ઐક્યોત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે રાજકોટ શહેર અને તેની આસપાસમાં રહેતા જ્ઞાતિજનોને આ નવરાત્રિ રાસોત્સવમાં ચોક્કસપણે સહભાગી બનવા સમસ્ત રાજકોટ મહેર સમાજ તરફથી ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રિપોર્ટર :- વિરમભાઇ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.