વરસતા વરસાદમાં પણ એનિમલ હેલ્પલાઈનની સેવાઓ યથાવત ડોક્ટર્સ પેરા મેડીકલ સ્ટાફ ડ્રાઈવર્સ સભ્યો ખડે પગે વરસાદી વાતાવરણમાં પશુ, પક્ષીઓનાં રક્ષણ માટે પગલાં લઈએ - At This Time

વરસતા વરસાદમાં પણ એનિમલ હેલ્પલાઈનની સેવાઓ યથાવત ડોક્ટર્સ પેરા મેડીકલ સ્ટાફ ડ્રાઈવર્સ સભ્યો ખડે પગે વરસાદી વાતાવરણમાં પશુ, પક્ષીઓનાં રક્ષણ માટે પગલાં લઈએ


વરસતા વરસાદમાં પણ એનિમલ હેલ્પલાઈનની સેવાઓ યથાવત ડોક્ટર્સ પેરા મેડીકલ સ્ટાફ ડ્રાઈવર્સ સભ્યો ખડે પગે

વરસાદી વાતાવરણમાં પશુ, પક્ષીઓનાં રક્ષણ માટે પગલાં લઈએ

રાજકોટમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૪૦૦ થી વધારે પશુ-પક્ષીઓનું રેસ્ક્યુ કરાયુ

દવા, ચણ, પાણી સહિત સારવારની વ્યવસ્થા કરાઈ

રાજકોટ દર વખતે કુદરતી આપત્તિઓ આવે ત્યારે એનિમલ હેલ્પલાઈનની ટીમ પશુ પક્ષીઓનાં રક્ષણ માટે તૈયાર જ હોય છે રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી સતત અવિરત પડી રહેલા અનરાધાર વરસાદના કારણે માત્ર મનુષ્ય જ નહીં પરંતુ અબોલ જીવોની મુશ્કેલીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન ની કર્મયોગી ટીમ દ્વારા હરહંમેશની જેમ જ ચાર દિવસમાં અસરગ્રસ્ત વિસ્તાર માંથી ૪૦૦ થી વધારે અબોલ જીવોનું રેસ્કયુ કરી સારવાર આપવામાં આવી હતી
અતિભારે વરસાદના પગલે પશુ-પક્ષીઓની પણ કફોડી હાલત થઈ છે જેના કારણે સંસ્થાના તબીબો,પેરા મેડીકલ સ્ટાફ,ડ્રાઈવર્સ અને સભ્યો છેલ્લા ચાર દિવસથી રાત-દિવસ ખડેપગે રહ્યા હતા. આ સાથે પશુ પક્ષીઓ માટે સારવાર,દવા,ચણ,ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ જરૂરી લાગતા પશુ-પક્ષીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા. ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેથી એનિમલ હેલ્પલાઈનનાં ચાર વાહનો બગડી પણ ગયા એ છતાં દરેક વિસ્તારમાં જરૂર હોય ત્યાં પશુ, પક્ષીઓને સારવાર પહોચે એક પણ જીવ સારવારનાં અભાવે એકપણ જીવ તરફડીને મરી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું ઘણા વિસ્તારોમાં બાઈક લઈને અથવા તો કેટલાક કિલોમીટર ચાલીને પણ પશુ, પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા. ગાડીનાં અભાવે ભાડે રીક્ષા રાખીને પણ રેસ્ક્યુ વર્ક ચાલુ રખાયું હતું.આ સાથે દરરોજ અબોલ પશુ પક્ષીઓ માટે ચાલનાર અન્નક્ષેત્ર પણ શ્વાનો માટે દૂધ રોટલા પક્ષીઓને ચણ વગેરે નિયમિતરૂપે તેમજ જરૂર પડ્યે વધારે માત્રામાં પણ ચાલુ રખાયું હતું જેથી પશુ પક્ષીઓ ભૂખથી હેરાન ન થાય વર્તમાન સમયનાં વરસાદી વાતાવરણમાં માણસોને પોતાના ઘરમાં રહીને જ તકલીફો પડી રહી છે ત્યારે રખડતા પશુ પક્ષીઓની દુઃખદ પરીસ્થિતિ વિષે અંદાજ લાગવી શકાય છે રાજ્યનાં દરેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે આવા સમયે પશુ પક્ષી ઓની સલામતી અને સુખાકારી ની કાળજી લેવા માટે તમામ નાગરિકો, પશુ કલ્યાણ સંસ્થાઓ અને સ્થાનિક સત્તાવાળાઓએ સક્રિય પગલાં ભરી શકાય છે કામચલાઉ આશ્રયસ્થાનો બનાવવા વાંસ અથવા ટ્રેમ્પોલીન શીટ્સમાંથી સૂકી જગ્યાએ કામચલાઉ આશ્રયસ્થાનો બનાવવા જે જમીનના સ્તરથી ઊંચું હોય, સારી રીતે વેન્ટિલેટેડ હોય અને સલામત સ્થળોએ હોય કે જ્યાં રખડતા પશુ પક્ષીઓ ભારે વરસાદ અથવા પૂર જેવી પરિસ્થિતિ ઓમાં આશ્રય મેળવી શકે ચોખ્ખું પાણી રાખવું વિવિધ કન્ટેનરમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવું જેથી વરસાદમાં પશુ પક્ષીઓને પાણીની શોધમાં બહાર રખડવું ન પડે ઇમરજન્સી વેટરનરી સેવાઓ ઉપલબ્ધ રાખવી બીમાર અથવા ઇજાગ્રસ્ત પશુ, પક્ષીઓ માટે ઝડપી સારવાર સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક પશુચિકિત્સા સેવાઓ સાથે સંકલન કરવું સમુદાયની ભાગીદારી અને સ્વયંસેવક કાર્યક્રમો ગોઠવવા સમુદાયના સભ્યોને જો ઉપલબ્ધ હોય, તો રખડતા પશુ પક્ષીઓને તેમના મંડપ ગેરેજ અથવા કોઈપણ અન્ય ઢંકાયેલ જગ્યામાં આશ્રય લેવાની મંજૂરી આપવા માટે પ્રોત્સાહિત કરો ડ્રેનેજ પાણી અને કચરાનું વ્યવસ્થાપન પાણી ભરાતા અટકાવવા માટે યોગ્ય ડ્રેનેજ સિસ્ટમની વ્યવસ્થા કરો, કારણ કે ખુલ્લા ડ્રેનેજ રખડતા પશુ, પક્ષીઓ માટે ખતરો બની શકે છે પશુ પક્ષીઓની જરૂરિયાતો વિશે લોકોને શિક્ષિત કરવા, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી, પોસ્ટરો શેર કરવા જોઈએ. સામાજિક બેઠકો યોજવી જોઈએ અસરકારક કાર્યવાહી માટે સ્થાનિક મયુનિસિપલ સંસ્થાઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટ અને અન્ય સંબંધિત સંસ્થાઓ સાથે મળીને કામ કરવું જોઈએ.રાજકોટમાં કોઈ પણ સ્થળે બીમાર લાચાર વયોવૃદ્ધ, ઘાયલ પશુ પક્ષી જોવા મળે તો એનિમલ હેલ્પલાઈનની નિ:શુલ્ક સેવાઓ ૨૪ કલાક ૩૬૫ દિવસ મો.98980 19059/98984 99954 પરથી લઇ શકાય.અત્રે ઉલેખ્ખનીય છે કે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદ થી અર્હમ યુવા સેવા ગ્રુપનાં સથવારે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈન દ્વારા નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર દવાખાનું શહેરનાં હાર્દ સમા વિસ્તાર તિરુપતિ નગર ૧,હનુમાન મઢી ચોક પાસે આવેલ છે. પશુ દવાખાનાનો સમય સવારે ૯-૦૦ થી ૧-૦૦ અને સાંજે ૪-૦૦થી ૮-૦૦ છે (રવિવાર સિવાય). આ અંગે વધુ માહિતી માટે તેમજ પશુ, પક્ષી નિ:શુલ્ક સારવાર કરાવવા માટે મો. 7567075680 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.