બોટાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોગ દિવસની બોટાદમાં જિલ્લાકક્ષા ઉજવણીની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક યોજાઇ - At This Time

બોટાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોગ દિવસની બોટાદમાં જિલ્લાકક્ષા ઉજવણીની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક યોજાઇ


( હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગેની પૂર્વ તૈયારી માટેની બોટાદ જિલ્લા કલેકટરશ્રી ડો.જીન્સી રોયની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં બોટાદ જિલ્લા કક્ષાની ઉજવણીની તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

“સ્વયં અને સમાજ માટે યોગ” થીમ અન્વયે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે બોટાદ જિલ્લાકક્ષાની ઉજવણી સરકારી હાઈસ્કૂલ,બોટાદ ખાતે કરવામાં આવશે. ઉપરાંત આ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર સહભાગી બને તે રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આ અંગે જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયે વિવિધ વિભાગો દ્વારા કરાયેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.

બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટરશ્રી પી.એલ.ઝણકાત દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા ડેપ્યુટી ડીડીઓશ્રી, પૂરવઠા અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી સહિત સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.