કેશલેસ બિલ પેમેન્ટ- વીજગ્રાહકોએ એક વર્ષમાં 11,807 કરોડના બિલ ઓનલાઈન ભર્યા, જે કુલ બિલની આવકના 60% થાય છે - At This Time

કેશલેસ બિલ પેમેન્ટ- વીજગ્રાહકોએ એક વર્ષમાં 11,807 કરોડના બિલ ઓનલાઈન ભર્યા, જે કુલ બિલની આવકના 60% થાય છે


રાજકોટના 5.50 લાખ સહિત સૌરાષ્ટ્રમાં 60 લાખ વીજગ્રાહકમાંથી મોટાભાગે હવે ઓનલાઈન પેમેન્ટ કરે છે

એક સમયે પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીઓમાં કે બિલ કલેક્શન સેન્ટરમાં દરરોજ વીજબિલ ભરવા માટેની લાઈનો લાગતી હતી પરંતુ સમયની સાથે હવે વીજગ્રાહકો ડિજિટલ વ્યવહાર કરતા થયા છે. પીજીવીસીએલના રાજકોટના 5.50 લાખ અને સૌરાષ્ટ્રના અંદાજિત 60 લાખ વીજગ્રાહક નોંધાયેલા છે જેમાંથી હાલ મોટાભાગના વીજગ્રાહકો પોતાના વીજળી બિલનું ચૂકવણું ઓનલાઈન કરી રહ્યા છે.

વીજકંપનીના આંકડા દર્શાવે છે કે છેલ્લા એક વર્ષમાં પીજીવીસીએલને વીજબિલની જે કુલ આવક થઇ છે તેમાંથી 11,807 કરોડ રૂપિયાનું વીજળી બિલનું ચૂકવણું ઓનલાઈનના માધ્યમથી ગ્રાહકોએ કર્યું છે જે કુલ રકમના 60% થાય છે. એટલે કે પીજીવીસીએલને દર મહિને કે વaર્ષે વીજળી બિલની જે આવક થઇ રહી છે તેમાંથી 60% રકમનું કલેક્શન ઓનલાઈન માધ્યમથી વીજગ્રાહકો કરી રહ્યા છે. એપ્રિલ-2021થી માર્ચ-2022 સુધીમાં એક વર્ષમાં પીજીવીસીએલને વીજળી બિલની કુલ 19,983 કરોડની આવક થઇ છે જેમાંથી 11,807 કરોડની આવક કેશલેસ એટલે કે ઓનલાઈન ચૂકવણું થયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.