વડનગર સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે વાર્ષિક મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time

વડનગર સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે વાર્ષિક મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી


વડનગર સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે વાર્ષિક મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

વડનગર સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે સંસ્કાર ના સ્પંદન નો વાર્ષિક મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી ૩૫૮વિદ્યાર્થીઓ માં થી ૩૩૭ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. અને સંસ્કૃતિ થી સંસ્કાર તથા આધ્યાત્મિકની ઉર્જા તરફ જવા નો રસ્તો મળે આ મહોત્સવ માં વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ થીકી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટેજ પર નું આયોજન વિદ્યાર્થીઓ કર્યું હતું . આજે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે સ્વામી વિવેકાનંદ ને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું મારા કપડા પર ના જોશો મારા સંસ્કાર ને જોવો તેવી વાત કરી હતી. વધુ માહિતી આપતાં સંસ્કાર પબ્લિક સ્કૂલ ના ટ્રસ્ટ મનન ભાવસાર કહ્યું હતું.કે આ સ્કૂલ માં કે.જી થી લઈને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ના વર્ગ શરૂઆત કરી છે. જેમાં વિદ્યાર્થી ને ક્યાં બહાર ના જવું પડે અને અહીં એટલે સંસ્કાર પબ્લિક સ્કૂલ માં ભણતી ને આગળ વધે તેવું જણાવ્યું હતું.
ભાર વગરનું ભણતર ની તથા બાળકો મુક્ત રીતે રહે અને આગળ વધે તેવો આ સંસ્કાર પબ્લિક સ્કૂલ કટીબદ્ધ રહે છે. આ સ્કૂલ માં આવનાર દિવસોમાં અવનવા કાર્યક્રમો જેમાં અભ્યાસ લક્ષી કાર્યક્રમ યોજાયો છે. અને ભવિષ્યમાં આ સ્કૂલ માં બાળકો ને સંસ્કાર સંસ્કૃતિ ઐતિહાસિક ધાર્મિકતા આધ્યાત્મિકતા ને પણ ધ્યાન માં લઇ ને કાર્યક્રમ યોજાયો છે.
કડક ઠંડી માં વિદ્યાર્થીઓ ચહેરા પર નો ઉત્સાહ અનેરો હતો કે જેમ પરમ પિતા પરમેશ્વર ની ઉર્જા ઉતરી આવી હોય તેવું દેખાઇ રહ્યું હતું. ઠંડી માં વાલીઓનું પણ ઘોડાપુર ઉમટી પડ્યું હતું. સંસ્કાર થી સંસ્કૃતિ તથા ઐતિહાસિક ધાર્મિકતા આધ્યાત્મિકતા ને પણ જળવાઈ રહે તેવા જ ગીત સંગીત સાથે પ્રતિભાવ રજુ કર્યા હતા. અને વાલી ઓ તથા વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ તથા ટ્રસ્ટી ગણ કડક ઠંડી માં અંતરમન નું હાસ્ય દેખાઇ ને વાર્ષિક મહોત્સવ મણ્યો હતો.
પ્રસંગે મુખ્ય મહેમાન ઉંઝા ધારાસભ્ય કિરીટ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી મહેશ પટેલ, વડનગર તાલુકા ભાજપ પ્રમુખ કિરણ ચૌધરી, વડનગર શહેર ભાજપ પ્રમુખ મંયક પટેલ, વડનગર શહેર મહા મંત્રી જીગર પટેલ ,પ્રમુખ સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ અલ્પેશ.જે.પટેલ, મંત્રી સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ ગૌરવ ભાવસાર, સંસ્કાર પબ્લિક સ્કૂલ પ્રિન્સીપાલ ડૉ . અનિતા ભટ્ટ અને સંસ્કાર પબ્લિક સ્કૂલ સ્ટાફ તથા ટ્રસ્ટી ગણ વાલીઓ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને આ વાર્ષિક મહોત્સવ નો આનંદભેર માણ્યો હતો.

રિપોર્ટ -: જીગર પટેલ વડનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.