રાજકોટમાં મહિલાએ સાસુ-સસરા, નણંદથી અલગ રહેવાની જીદ પકડી, છૂટાછેડા સુધી વાત પહોંચી, 181ની ટીમે કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું
રાજ્ય સરકાર દ્વારા મહિલા હેલ્પલાઈન નંબર 181 અભયમની સેવા કાર્યરત છે. આ સેવા મુસીબતમાં અનેક મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની છે. હાલમાં જ ગોંડલની એક મહિલાએ 181માં કોલ કરી મદદ માગી હતી. તેણે જણાવ્યું હતું કે, પતિનો તેમની સાથે ઝઘડો થયા પછી બે-ત્રણ દિવસથી તેમની સાથે બોલતા નથી. જેથી ગોંડલ ખાતેની અભયમની ટીમના કાઉન્સિલર મનિષા પરમાર, કોન્સ્ટેબલ પુષ્પાબેન સરવૈયા અને પાયલોટ વિપુલભાઈ ચાવડા આ મહિલાની મદદે દોડી ગયા હતા. 181 અભયમની ટીમને જાણવા મળ્યું હતું કે, મહિલાએ સાસુ-સસરા, નણંદથી અલગ રહેવાની જીદ પકડી હતી અને છૂટાછેડા સુધી વાત પહોંચી હતી. પરંતુ કાઉન્સેલિંગ કરતા મહિલા ફરી સંયુક્ત પરિવારમાં રહેવા ખુશ થઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.