ડભોઇ વિધાનસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર શૈલેષ મહેતાના પ્રચાર અર્થે સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથની જાહેર સભા યોજાઈ - At This Time

ડભોઇ વિધાનસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર શૈલેષ મહેતાના પ્રચાર અર્થે સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથની જાહેર સભા યોજાઈ


રિપોર્ટ - નિમેષ‌ સોની,ડભોઈ

ડભોઇ ૧૪૦ - વિધાનસભા બેઠકના ઉમેદવાર શૈલેષ મહેતા (સોટ્ટા)ના પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડભોઇ કોમર્સ કોલેજ ખાતે એક જંગી જનસભા સંબોધી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજાં તબક્ક માટે યોજાનાર મતદાન માટે હવે માત્ર એક અઠવાડિયાનો સમય બાકી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ આ ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહયાં છે. ત્યારે વડાપ્રધાનથી માંડીને ભાજપનાં દિગ્ગજ નેતાઓ ગુજરાતના વિવિધ વિધાનસભા મત ક્ષેત્રમાં જાહેર સભાઓ અને રોડ-શો યોજીને પક્ષની તરફેણમાં મતદાન કરવા માટે અપીલ કરી રહ્યાં છે.
વડોદરા જિલ્લાની ડભોઇ વિધાનસભા બેઠક ઉપરનાં ભાજપનાં ઉમેદવાર શૈલેષ મહેતા (સોટ્ટા)ના પ્રચાર અર્થે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડભોઇ શહેરમાં ખૂબ જ જંગી જનમેદની વચ્ચે એક જાહેર સભા સંબોધવી હતી. જેમાં તેઓએ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી આ બંને દેશની સુરક્ષા માટે ખતરો છે તેમ જણાવ્યું હતું. યુપીમાં કોંગ્રેસના માત્ર બે જ ધારાસભ્યો છે. આમ આદમી પાર્ટીના જીરો છે. રામ નામ સત્ય હૈ માટે પણ 4 જોઈએ છે. ગુજરાતમાં હાલનો માહોલ જોતાં લાગી રહયું છે કે, ગુજરાતમાં ભાજપની સરકાર બનશે. આ વિજય પણ ઐતિહાસિક હશે. ભાજપ જ સંકટ સમયે તમારી સાથે ઉભો રહેતો સાચો હિતેચ્છુ છે. કોરોના સમયે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગાયબ હતી. પ્રધાનમંત્રી લોકોની સેવામાં હાજર હતા. ભાજપ એક માત્ર પાર્ટી હતી, જે કહેતી હતી કે, સેવા જ સંગઠન છે. આજે દેશમાંથી આતંકવાદ પણ સમાપ્ત થઈ ગયો.
યોગી આદિત્યનાથે આ સભામાં કોંગ્રેસ અને આમ આદમી ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, હાલ કોંગ્રેસ અને આમ આદમી મતદારોને રીઝવવા લોભામણી જાહેરાતો કરે છે. જેથી જાગૃત મતદારોએ આ પ્રલોભનોમાં આવીને પોતાના કિંમત અને પવિત્ર મતને વેડફવો જોઈએ નહીં. આ સભામાં શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, તેઓ આવનારા સમયમાં ડભોઈ મતક્ષેત્ર વિસ્તારને સતત વિકાસનાં પંથે આગળ ધપાવશે તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી તેને નેસ્તનાબૂદ કરવા પ્રયત્ન કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.