શ્રી વીરભૂષણ ધર્મ રક્ષક મહંત શ્રી વિજયસિંહ બાપુ દાદાબાપુ ધામ પચ્છમ ભાલ વગડેના વરદ હસ્તે આગામી ૧૦ મી નવેમ્બરે ચણિયાચોળી પાનેતર અર્પણ કરશે.
શ્રી વીરભૂષણ ધર્મ રક્ષક મહંત શ્રી વિજયસિંહ બાપુ દાદાબાપુ ધામ પચ્છમ ભાલ વગડેના વરદ હસ્તે આગામી ૧૦ મી નવેમ્બરે ચણિયાચોળી પાનેતર અર્પણ કરશે.
૧૧ દિકરીબાઓને પાનેતરના સ્વરૂપે પ્રાચીન ભરત ગુંથણ વાળી કલાત્મક હેન્ડમેઈડ ચણિયાચોળી આપવામાં આવશે.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા માં સાધુ સમાજના ૧૧ દીકરીઓના સમૂહ લગ્ન મહોત્સવ આગામી તારીખ ૧૦/ ૧૨/૨૦૨૪ ના રોજ ધંધુકા મુકામે આયોજન થનાર છે. ત્યારે આ સમૂહ લગ્ન માં જોડાયેલ દીકરીબાઓને પાનેતરના સ્વરૂપે પ્રાચીન ભરત ગુંથણ વાળી કલાત્મક હેન્ડમેઇડ ચણિયાચોળી સનાતન ધર્મના તમામ કાર્યોમાં સદૈવ ભાલ પંથકમાં અગ્રેસર એવું આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાનું ધામ એવું દાદાબાપુ ધામ પચ્છમ ભાલ પરિવાર તરફથી આપવામાં આવનાર છે.તે અંગે તારીખ ૧૦/૧૧/૨૦૨૪ અને રવિવારના રોજ આ તમામ સાધુ સમાજના દીકરીબાઓ અને ગુજરાત સાધુ સમાજ ના અગ્રણીઓ ગુજરાત સાધુ સમાજના યુવા પ્રમુખ શ્રી મનોજબાપુ મેસવાણિયા ગોંડલ તથા શ્રી હરિરામ બાપુ ધારપીપળા તથા સંધ્યા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી નીતાબેન ગોંડલીયા ધંધુકા ની ઉપસ્થિતિમાં દાદાબાપુ ધામ પચ્છમ ભાલ મુકામે સવારે ૯:૩૦ વાગ્યે આ સાધુ સમાજના દીકરીબા ઓના સમૂહ લગોત્સવ ના મુખ્ય દાતા દાદા બાપુ ધામ પચ્છમ પરિવાર ના શ્રી વીરભૂષણ ધર્મ રક્ષક મહંત શ્રી વિજયસિંહ બાપુ દાદાબાપુ ધામ પચ્છમ ભાલ વગડેના વરદ હસ્તે ચણિયાચોળી પાનેતર અર્પણ કરવામાં આવનાર છે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.