ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલયનું પ્રાદેશિક કેન્દ્ર જૂનાગઢ ખાતે પ્રારંભ થવાનાં અણસાર
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલયનું પ્રાદેશિક કેન્દ્ર જૂનાગઢ ખાતે પ્રારંભ થવાનાં અણસાર ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ની સૈાજન્ય મુલાકાત દરમ્યાન જૂનાગઢ ખાતે ઈગ્નુ પ્રાદેશિક કેન્દ્ર કાર્યાન્વીત થાય તે દિશામાં રજુ થયો પ્રસ્તાવ મુક્ત શિક્ષણ દ્વારા દેશનાં દુરગમ્ય વિસ્તારોમાં રહેતા અભ્યાસ વાંચ્છુને ઉચ્ચશિક્ષણની સમાન તકો મળે તે માટે થશે ઉપયોગી- પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીજૂનાગઢ તા. ૨૩, ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઈગ્નુ) ભારતની એક મધ્યસ્થ મુક્ત યુનિવર્સિટી છે, મૈદાન ગઢી, નવી દિલ્હી ખાતે કાર્યરત ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વ વિદ્યાલય ભારતનાં ભુતપુર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની યાદમાં રાખવામાં આવેલ છે. આ યુનિવર્સિટીની સ્થાપના ૧૯૮૫માં ભારત સરકારનાં ઇગ્નુ કાયદા હેઠળ કરવામાં આવેલી હતી.આજ રોજ ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનાં ક્ષેત્રિય નિર્દેશક ડો. જીતેન્દ્રસિંહ, સહાયક ક્ષેત્રિય ર્નિર્દેશક ડો. વિશાલકુમાર સોની, નાયબ રજીસ્ટ્રાર ડો. અંબરીશકુમાર વેદ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ની સૈાજન્ય મુલાકાતે પધાર્યા હતાઆ પ્રસંગે ભક્તકવિ નરસીંહ મહેતા યુનિવર્સીટીનાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ અતિથીઓને આવકારી પુષ્પગુચ્છ અને યુનિ.ની સ્મૃતિભેટથી સત્કાર્યા હતા.સાથે ઈગ્નુ-રાજકોટથી પધારેલ પ્રાદૈશિક નિયામક ડો. જિતેન્દ્રસિંહ અને ટીમને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા રાજ્યનાં ચાર જિલ્લાનાં ક્ષેત્રીય વિસ્તારમાં ચાલતા ઉચ્ચ અભ્યાસ અને યુનિ.નાં ૧૧ જેટલા અનુસ્નાતક ભવનોમાં તથા શોધ સ્કોલર્સ દ્વારા થતા સંશોધનોની વિગતે જાણકારી આપી હતી. અને પત્રાચાર દ્વારા થતાં અભ્યાસ અંગે પ્રતિભાવાત્મક વાત કરતા ડો. ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા ચલાવાત મુક્ત શિક્ષણ દ્વારા દેશનાં દુરગમ્ય વિસ્તારોમાં રહેતા અભ્યાસ વાંચ્છુને ઉચ્ચશિક્ષણની સમાન તકો મળે તે માટે ઉપયોગી થશે. આ પ્રસંગે રાજકોટથી પધારેલ , ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનાં ક્ષેત્રિય નિર્દેશક ડો. જિતેન્દ્રસિંહે જણાવ્યુ હતુ કે સોરઠ પ્રદેશમાં ગિર-ગીરનાર-બરડો) આલેચ જેવા વનક્ષેત્રિય વિસ્તારો અને વિશાળ સાગરતટની સમીપે વસતા લોકોનો પ્રદેશ છે. ભારત સરકારશ્રી દ્વારા જન-જન કા વિશ્વવિદ્યાલય- ઈગ્નુ દ્વારા ઉચ્ચ અભ્યાસની તક સૈાને મળે તે દિશામાં કાર્યરત છે. ઈગ્નુ નું હાલ રાજકોટ ખાતે પ્રાદેશિક કેન્દ્ર કાર્યરત છે. સૈારાષ્ટ્ર યુનિ.માંથી ચાર જિલ્લા આવરીને નવિ બનેલ ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલય જે રીતે શૈક્ષણીક કાર્યક્રમો સાથે કામ કરી રહી છે તે જોતા આ વિસ્તારમાં રાજકોટની જેમ એક પ્રાદેશિક ઈગ્નુ સેન્ટર કાર્યન્વીત થાય તે દિશામાં અમો વિચારી રહ્યા છીએ.આ અંગે મંજુરી મળ્યે સોરઠ પ્રદેશને ઈગ્નુ રીજીયન સેન્ટર દ્વારા ઉચ્ચ અભ્યાસની તકોમાં ઉમેરોડો. અંબરીશુકમાર એચ. વેદ અને ડો. વિશાલકુમાર સોનીએ જણાવ્યુ હતુ કે યુનિવર્સિટીનો ઉદ્દેશ મુક્ત શિક્ષણ દ્વારા લોકોને ઉચ્ચશિક્ષણ મળે તે સાથે દેશનાં માનવસંશાધનનો વિકાસ અને શિક્ષણનાં પ્રસારનો રહેલો છે .યુનિવર્સિટી દેશમાં મુક્ત શિક્ષણનાં સંશોધન, પ્રસારણ અને પ્રશિક્ષણમાં પણ મધ્યસ્થ સંસ્થાનો ભાગ ભજવે છે. ૧૯૯૦ની સાલમાં યુનિવર્સિટી ગ્રાંટ કમિશન દ્વારા તેને સત્તાવાર માન્યતા પ્રાપ્ત થઈ હતી. આ યુનિવર્સિટીમા એશિયા અને આફ્રિકન રાષ્ટ્રો સહીત દેશના વિદ્યાર્થીઓએ લાભ લીધો છે.ઇગ્નુ દ્વારા ૨૧ જેટલી વિદ્યાશાખાઓ ૨૬૬૭ જેટલા વિવિધ અભ્યાસ કેન્દ્રો, ૬૭ જેટલા ક્ષેત્રીય કેન્દ્રો અને ૨૯ જેટલા વિદેશમાં આવેલ કેન્દ્રો ખાતે ચલાવવામાં આવે છે . ઈગ્નુ વિવિધ વિદ્યાશાખાઓમાં ૨૨૬ જેટલા કાર્યક્રમો સ્નાતક, અનુસ્નાતક,ડિપ્લોમા અને પ્રમાણપત્રોની પદવી આપતા અભ્યાસક્રમો ચલાવે છે. શાળા, માનવવિદ્યા શાખા, સામાજીક વિજ્ઞાન શાખા, વિજ્ઞાન શાખા, શિક્ષણ્ શાખા, મુક્ત શિક્ષણ શાખા, ઈજનેરી અને પ્રદયોગીકી શાખા, મેનેજમેન્ટ શિક્ષણ શાખા, આરોગ્ય વિજ્ઞાન શાખા, કોમ્પ્યુટર અને આઈ.ટી .શાખા, ક્રુષી શાખા, કાયદા શિક્ષણ શાખા, પત્રકારત્વ અને નવમિડિયા શાખા, જાતી અને વિકાસ શિક્ષણ શાખા, પ્રવાસન્ અને હોટેલ મેનેજમેન્ટ શાખા, ઇન્ટરડિસીપ્લિનરી અને ટ્રાન્સ ડિસીપ્લિનરી શાખા, સમાજસેવા શિક્ષણ શાખા, વોકેશનલ શિક્ષણ શાખા, એક્ષ્ટેન્સન અને ડેવલોપમેન્ટ શાખા, વિદેશી ભાષા શિક્ષણ શાખા, ભાષાંતર અને ભાષાંતર શિક્ષણ શાખા, પર્ફોર્મીંગ આર્ટ અને વિસ્યુઅલ આર્ટ શાખા દ્વારા શિક્ષણકાર્ય થઇ રહ્યુ છે.
રિપોર્ટ અસ્વિન પટેલ
માહિતી બ્યુરો જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.