પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર ગઢડા દ્વારા ટાટમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા વર્કર બહેનોને ઘરેલુ હિંસા અધિનિયમ- 2005 અંતર્ગત કાયદાકીય શિબિર દ્વારા માર્ગદર્શન અપાયું - At This Time

પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર ગઢડા દ્વારા ટાટમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા વર્કર બહેનોને ઘરેલુ હિંસા અધિનિયમ- 2005 અંતર્ગત કાયદાકીય શિબિર દ્વારા માર્ગદર્શન અપાયું


(બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા)
મહિલા અને બાળ વિકાસ અધિકારી આઈ. આઈ.મન્સૂરી અને ગઢડા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી પંડિતસર માર્ગદર્શન હેઠળ કાર્યરત પોલીસ બેઈઝડ સપોર્ટ સેન્ટર દ્વારા કાયદાકીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કાઉન્સેલર નીતાબેન ભેડા દ્વારા ઘરેલુ હિંસા, સેન્ટર પર આવતા કેસો, તેમાં થતી પ્રક્રિયા વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમ જ 181, 100,112 હેલ્પ લાઈન, સખી વન સ્ટોપ સેન્ટર વિશે માર્ગદર્શન અપાયું હતું. ડિસ્ટ્રીક હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમેનના જિલ્લા કોર્ડીનેટર મહેશભાઈ સોલંકીએ મહિલા અને બાળ વિભાગમાં ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. કાઉન્સેલર રેખાબેન મજેઠીયા દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.