**સાબરકાંઠાના ૪૯ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ૨૩૨ હેલ્થ વેલનેસ સેન્ટર પર ૧૧૨૪ આયુષ્યમાન મેળા યોજાશે.*
**સાબરકાંઠાના ૪૯ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ૨૩૨ હેલ્થ વેલનેસ સેન્ટર પર ૧૧૨૪ આયુષ્યમાન મેળા યોજાશે.*
********
*આયુષ્યમાન ભવ: અભિયાનના આરંભથી જિલ્લાવાસીઓને ઘર આંગણે જઆરોગ્ય સુવિધા મળશે : જિલ્લા સમાહર્તાશ્રીનૈમૈષ દવે*
*******
તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩થી સાબરકાંઠા જિલ્લામાં આરંભથનાર આયુષ્યમાન ભવ: અભિયાન અંગે માહિતગાર કરવા જિલ્લા કલેકટર શ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
આયુષ્યમાન ભવ: અભિયાન અંગેની વિગત આપતા કલેકટરશ્રી નૈમૈષ દવે એ જણાવ્યું હતું કે,તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ આ અભિયાનનો પ્રારંભ થશે જે ત્રણ તબક્કામાં હશે.જેમાં આયુષ્માન આપકે દ્વાર ૩.૦ અંતર્ગત પી.એમ.જે.વાય યોજના હેઠળ લાભાર્થીઓને આયુષ્માનકાર્ડનું વિતરણ કરાશે. બીજા તબક્કામાં સાબરકાંઠાના ૪૯સામૂહિક આરોગય કેન્દ્ર અને ૨૩૨ હેલ્થ વેલનેસ સેન્ટર ઉપર ૧૧૨૪ આયુષ્યમાન મેળા યોજાશે જેમાં તબીબી કેમ્પ, ઓબ્જેકટ્રિક અને સ્ત્રી,બાળ અને મનોરોગ, સર્જરી સહિતની બિમારીઓ માટે નિષ્ણાંતતબીબો દ્વારા સેવા પુરી પાડવામાં આવશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ આારોગ્યસંભાળ વિષે જાગૃતિ વધારવા માટે તા. ૨ ઓક્ટોબર અને ૨૨ ડિસેમ્બર રોજ આષ્યુમાન સભા યોજાશે.
કલેકટર શ્રીએ વધુમાં જણાવ્યુંહતું કે, જિલ્લામાં અત્યાર સુધી ૬,૯૧,૯૮૬ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરાયું છે. જેમાંબાકી રહેતા ૩૮ ટકા લોકોને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. આ ઉપરાંત દર્દીઓને સંપૂર્ણહેલ્થ હિસ્ટ્રીની વિગતો આપતું આભા કાર્ડ તૈયાર કરવામાં આવશે જેનાથી લાભાર્થીઓ કોઇ પણજગ્યાએ સારવાર કરાવી શકશે. તેમણે ઉમેર્યુ હતું કે, ખાસ કરીને ગ્રામીણ આદિવાસી વિસતારમાંજોવા મળતા સિકલસેલ એનીમિયા અને ક્ષય નિર્મૂલન અને બિન ચેપી રોગોના ઉપચાર માટે સ્પેશયલડ્રાઇવ યોજાશે તેમજ તા. ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર દરમિયાન જિલ્લાના તમામ આરોગ્ય ધામોમાં સ્વચ્છતા અભિયાન, ઓર્ગન ડોનેશન પ્લેજ ડ્રાઇવ અનેરક્તદાન શિબિર યોજાશે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદવોરાએ મારી માટી મારો દેશના બીજા તબક્કાની વિગતો આપતા જણાવયું હતું કે, ગ્રામ્યકક્ષાએ આ અભિયાનનો પ્રારંભથશે જેમાં ગ્રામવાસીઓ પાસેથી કળશમાં માટી કે ચોખાના એકત્ર કરવામાં આવશે જે બાદમાં તાલુકાઅને જિલ્લાકક્ષાએ ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
બેઠક દરમિયાન કલેકટરશ્રી અને પત્રકારમિત્રોએઅંગદાન અંગેની પ્રતિજ્ઞા લીધી હતી.પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા આરોગ્યઅધિકારી શ્રી ડૉ. રાજ સુતરીયા સહિત આરોગ્ય કર્મીઓ અને પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. *******************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.