બોટાદ જિલ્લામાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન, ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીકની દોરી તથા અન્ય હાનિકારક પદાર્થોની કોટીંગ કરેલી દોરીના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉડાડવા પર પ્રતિબંધ
ઉત્તરાયણ/અન્ય તહેવારો વખતે ચાઇનીઝ તુકકલ, ચાઇનીઝ લેન્ટર્ન ખુબજ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે. જેના કારણે આગ લાગવા જેવા અકસ્માતો બને છે તેમજ વેક્સ પદાર્થોના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે તેમજ સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપતિને ઘણુ જ નુકસાન થાય છે. આથી આવી બાબતો નિવારવા માટે બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ સમગ્ર બોટાદ જિલ્લામાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉડાડવા, ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીકની દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોની કોટીંગ કરેલી દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગોમા લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉપયોગ, ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર તથા પતંગ ઉડાવવા, તેનો ઉપયોગ કરવા તથા સિન્થેટીક માળ સિન્થેટીક કોટીંગ કરેલું હોય અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી/ચાઇનીઝ માંઝા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ તા. ૧૫/૧૨/૨૦૨૪ થી તા.૨૦/૦૧/૨૦૨૫ સુધી (બન્ને દિવસો સુદ્ધા) અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.