જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં મિલેટ્સ વાનગી હરીફાઇ યોજાઇ
જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં મિલેટ્સ વાનગી હરીફાઇ યોજાઇ
સાબરકાંઠાના તલોદ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરની ઉપસ્થિતીમાં મિલેટ્સ હરીફાઇ યોજાઇ હતી. આ હરીફાઇમાં ૨૦૦થી વધુ કિશોરીઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કિશોરીઓને જણાવ્યું હતું કે, ૨૦૨૩ના વર્ષને મિલેટસ –શ્રી અન્ન કે જડા અનાજમા વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ. આ શ્રી અન્ન ના અનેક ફાયદા છે. આ અન્ન થકી અનેક રોગોમાં ફાયદો થાય છે આ અન્નમાં બાજરી, મકાઈ, જુવાર, મોરૈયો, રાગી જેવા અન્નનો પોતાની થાળી માં ઉપયોગ થકી તંદુરસ્ત રહી શકાય છે. આ ધાન્યમાં ફાઈબર નું પ્રમાણ વધુ હોય છે. આ ફાયબર આંતરડાની કાર્ય ક્ષમતા વધારવામાં, ડાયાબિટીસમાં, બ્લડ શુગર નિયંત્રણમાં, લોહતત્વ વધારે છે, હદય રોગમાં અને થાઇરોઇડ,સીલી એક અને પી.સી.ઓ.ડી.જેવી બીમારીઓમાં ગુણકારી છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે શ્રી અન્ન દેશની આયાતી અનાજ ઉપરની નિર્ભરતા ઘટાડવામાં અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો સર્વોત્તમ સ્ત્રોત છે.
આ પ્રસંગે હરીફાઇમાં વિજેતા કિશોરીઓને મહાનુભવોના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું. તેમજ આ દિકરીઓને માસિક દરમિયાન સ્વચ્છતાના મહત્વ વિશે જણાવી સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયત મહિલા બાળ વિકાસ સમિતિના ચેરપર્સન શ્રીમતી રેખાબા ઝાલા, પ્રાંતિજ પ્રાંત અધિકારીશ્રી ડોડીયા ,આઇ.સી.ડી.એસ. અધિકારી સુશ્રી મહેતા, તલોદ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.મુગલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી મૌલિક શર્મા સહિત આરોગ્ય વિભાગ અને આઇ.સી.ડી.એસ. વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.