કુકાવાવ તાલુકાનું કોલડા(જંગર) ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના જતન માટે ગ્રામ સભાનું આયોજન.
કુકાવાવ તાલુકાનું કોલડા(જંગર) ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના જતન માટે ગ્રામ સભાનું આયોજન.
અમરેલી જીલ્લાનું કુકાવાવ તાલુકાનું કોલડા(જંગર)ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ.
રમેશભાઈ ધાનાણી દ્વારા જણાવેલ કે, આજે આપણે કુવા અને બોર દ્વારા પાણી ખેચવાનું કામ કરી રહયા છીએ ખરેખર જેટલું પાણી ખેચી તેના કરતા વરસાદી મીઠું પાણી વધારે જમીનમાં ઉતારવું જોઈએ આજે દરિયામાં વિશાળ જથ્થામાં ખારું પાણી હોય તેમાંથી બાસ્પીભવન થઈ આકાશ માંથી સમગ્ર સૃષ્ટી પર વરસાદ સ્વરૂપે મીઠું પાણી આપણને મળી રહયું છે તો આ પાણીને અણમોલ ભેટ સ્વરૂપે મળેલી પ્રસાદી સમજીને દરેક લોકોએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના આ કાર્યમાં જોડાવવું જોઈએ.
બાંભણીયા ગામના લાલભાઈ ભુવા દ્વારા જણાવેલ કે, ગામના ખેડૂત અને ઉદ્યોગપતિના સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બે ચેકડેમ બનાવેલ તેનાથી ખેડૂતોને ખુબજ ફાયદો થયેલ તો કુકાવાવ તાલુકાના ૪૫ ગામમાં વરસાદી અમૃત સમાન શુધ્ધ પાણી બચાવવા માટે આ કાર્યમાં જોડાઈ જાય તો પાણી પ્રશ્ન હલ થઈ જાય.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કાર્ય કરી રહ્યું છે. સમગ્ર ગુજરાતમા સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેક ચેકડેમ રીપેરીંગ ઊંચા, ઊંડા તેમજ નવા બનાવવામાં આવેલ છે. તથા અમારી સંસ્થા દ્વારા બોર રિચાર્જ ની પ્રક્રિયા પણ કરવામાં આવે છે. ઉપરાંત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમ તૈયાર કરવા તથા ૧૧,૧૧૧ બોર રીચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવેલ છે.આ ગ્રામસભામાં કોલડા ગામના સરપંચ શ્રી ભરતભાઈ ગોંડલિયા, ઉપસરપંચશ્રી વિઠલભાઈ સોરઠીયા, માંજી સરપંચશ્રી રમેશભાઈ સોરઠીયા, માજી સરપંચશ્રી ભરતભાઈ વધાસીયા, ઉપેન્દ્રભાઈ સોરઠીયા, છગનભાઈ સોરઠીયા, વજુભાઈ સોરઠીયા, ગોરધનભાઈ અકબરી, પરસોતમભાઈ ઠુંમર, લાલજીભાઈ ખુંટ, રમેશભાઈ સોરઠીયા, વસંતભાઈ સોરઠીયા, લાલજીભાઈ ભુવા, અરવિંદભાઈ લાવડીયા, રમેશભાઈ ગજેરા, રમેશભાઈ ધાનાણી, જયસુખભાઈ ગજેરા, તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, શૈલેશભાઈ જાની, કૌશિકભાઈ સરધારા, વગેરે ભાઈઓ જોડાયા હતા.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
