મોટાદડવા ના વિદ્યાર્થી જસદણ તાલુકામાં ડંકો વગાડ્યો ગોંડલીયા ભાર્ગવે મહેશભાઈ ધોરણ 10 માં 99.93 સાથે સમગ્ર બોર્ડના સાતમા સ્થાને જસદણ તાલુકામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. - At This Time

મોટાદડવા ના વિદ્યાર્થી જસદણ તાલુકામાં ડંકો વગાડ્યો ગોંડલીયા ભાર્ગવે મહેશભાઈ ધોરણ 10 માં 99.93 સાથે સમગ્ર બોર્ડના સાતમા સ્થાને જસદણ તાલુકામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.


મોટાદડવા ના વિદ્યાર્થી જસદણ તાલુકામાં ડંકો વગાડ્યો ગોંડલીયા ભાર્ગવે મહેશભાઈ ધોરણ 10 માં 99.93 સાથે સમગ્ર બોર્ડના સાતમા સ્થાને જસદણ તાલુકામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
મોટાદડવા ખાતે સામાન્ય પરિવારમાંથી આવતા કુંભાર પરિવાર નું ગૌરવ વધાર્યું છે.મજૂરી કરતા પિતા મહેશભાઈ એ પુત્રને ભણાવવા અથાગ મહેનત કરી અને મહેનત નું પરિણામ દીકરો લઈ ને આવ્યો જો કે  ધોરણ 10 આટલા બધા ટકા આવતા માતાપિતા ની  આંખમાં ગંગા જમના વરસ્યા જાણવા મળતા અહેવાલ અનુસાર મોટાદડવા નજીક જસાપર ગામે આર.કે પટેલ સ્કૂલમાં અપ ડાઉન કરી અભ્યાસ કરતો ભાર્ગવ બસમાં પણ ઉભા ઉભા આવતો સીટમાં જગ્યા ન મળતા ઉભા ઉભા અપડાઉન કર્યું મોંઘી બેગ તો લેવી એકતરફ પરંતુ પુસ્તક લેવા બુક ની પણ સવલત ન હતી દિવાળી કે ઉત્તરાયણ જેવા કોઈ પણ તહેવાર ને ભાર્ગવે ભોગવ્યા નથી અભ્યાસમાં સખ્ત મહેનત નવું શીખવા ની તાલાવેલી  જોકે અહીં પુસ્તક આખું લઈ શકાય તેવી સ્થિતિ ન હતી ભાર્ગવે   એક એક પાઠની ઝેરોક્ષ કરી સતત અભ્યાસ કર્યો કોઈ ટ્યૂશન કે કોઈ માર્ગદર્શક વગર પોતાની મહેનત અને પિતાનો પરિક્ષમ અહીં રિઝલ્ટ માં ઝળહળતા પરિવારમાં અનેરીખુશી પિતાએ ખરેખર પેટે પાટા બાંધી ભણાવેલ આ ભાર્ગવ પિતાના ભાગ્ય બદલશે એ ચોક્ક્સ છે હાલ ભાર્ગવ કહે છે અથાગ મહેનત કોઈ શોખ કે પર્વ ને માણ્યા નથી આમાં ફક્ત મારી અને સ્કૂલમાં શીખવ્યું એ સારી રીતે ભણ્યા સતત મહેનત નું પરિણામ અહીં ભાર્ગવનું રિઝલ્ટ જોતા જ દંગ થઈ જવાય તેવું નજરે પડે છે.તસ્વીર બ્રિજેશ વેગડા


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.