કૉમર્સ કૉલેજ મોડાસામાં કૉલેજ કક્ષાની વ્યાખ્યાનમાળા યોજાઈ
ધી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ. એસ. શાહ કૉલેજ અૉફ કૉમર્સ, મોડાસામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પ્રાયોજીત એક દિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિષય તજજ્ઞ તરીકે હાજર ડૉ. આશુતોષ પાઠક ધ્વારા "English Communication Skills: Essential for Professional Success" વિષય પર રસપ્રદ શૈલીમાં મનનીય વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૉલેજના પ્રભારી મંત્રી શ્રી સુભાષભાઈ શાહ તથા આચાર્ય ડૉ. સુધીર જોષી સાહેબે પણ પ્રાસંગિક પ્રવચનમાં વ્યાવસાયિક સફળતામાં અંગ્રેજી ભાષાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્યાખ્યાનમાળાના કન્વિનર તરીકે ડૉ. ગોપાલ વણકરે જવાબદારી નિભાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.