હિંમત હાઈસ્કૂલ , હિંમતનગરમાં જિલ્લા કાનૂની સેવા અને સત્તા મંડળ દ્વારા બાળકોને પોક્સો એક્ટ
શ્રી હિંમત હાઈસ્કૂલ , હિંમતનગરમાં જિલ્લા કાનૂની સેવા અને સત્તા મંડળ દ્વારા બાળકોને પોક્સો એક્ટ અંગે કાર્યક્રમ યોજાયો.......પોક્સો કાયદાની માહિતી અને ચર્ચા વિનિમય માટે જિલ્લા કાનૂની સેવા અને સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી અને જજ શ્રી પી.કે.ગઢવી સાહેબ મિસ પંક્તિ પી.સોની છઠા એડીશનલ સિવિલ જજ, હિંમતનગર, સાબરકાંઠા દ્વારા આજરોજ શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર ખાતે શાળાના બાળકોને ન્યાયતંત્ર ભારતનો ન્યાયતંત્રની વિશેષતાઓ અને કાર્ય પદ્ધતિ અને પોક્સો એક્ટ વિશેની ખૂબ સુંદર અને મનનીય માહિતી પૂરી પાડી હતી. શાળાના આચાર્યશ્રી એસ.એસ.પટેલે સ્વાગત પ્રવચન કરી એમનું સન્માન કર્યું હતું અને આભાર પ્રગટ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.