કંકાસા ગામના કવિ-લેખક, વાર્તાકાર: કિશોર વાળા; અગ્રંથસ્થ લોકકથાઓ પર પીએચ. ડી થયાં છે. - At This Time

કંકાસા ગામના કવિ-લેખક, વાર્તાકાર: કિશોર વાળા; અગ્રંથસ્થ લોકકથાઓ પર પીએચ. ડી થયાં છે.


કંકાસા ગામના કવિ-લેખક, વાર્તાકાર: કિશોર વાળા; અગ્રંથસ્થ લોકકથાઓ પર પીએચ. ડી થયાં છે.

માંગરોળ, તા.07-10-2023

'સૌરાષ્ટ્રના સાગરકાંઠાની અગ્રંથસ્થ લોકકથાઓ: સંશોધન અને સમીક્ષા' વિષય પર પીએચ.ડી. થયા.

સૌરાષ્ટ્રના(પોરબંદરથી સોમનાથ) સાગરકાંઠાની અગ્રંથસ્થ લોકકથાઓ ઉપર સંશોધન અને અભ્યાસ થકી માંગરોળના કંકાસા ગામનાં યુવાન કિશોર વાળાએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની પદવી મેળવી છે. કિશોર વાળાએ જનસમાજ પાસેથી યોગ્ય કથાઓ મેળવવા રખડપટ્ટી અને વાર્તાલાપ દ્વારા સમજું લોકો પાસેથી યોગ્ય વાત પર ધ્યાન કેન્દ્રિત કરી, મુલાકાત રેકોર્ડ કરી, વાર્તા સ્વરૂપ આપી, ગાઈડ સાથે બેસી સુધારા-વધારા ઉમેરણ કરી આ પદવી મેળવી છે. આ શોધનિબંધ તૈયાર કરવામાં એમને મેંદરડાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એસોસિએટ પ્રોફેસર ડૉ. વી.કે.પરમારસર પાસેથી અમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થયું છે.
જે ઝવેરચંદ મેઘાણીના પગલે-પગલે ચાલતાં, વાર્તા સંશોધનના વારસાને જાળવી આગળ વધારે અને આ કથાઓને પુસ્તક સ્વરૂપે જનસમાજને આપે એવી આશા સેવીએ છીએ.

રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.