બાબરાના ચમારડી ગામે ચરખા રોડ ના વસ્તપરા પરિવાર દ્વારા નિર્માણ પ્રવેશદ્વાર નું પંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું શ્રી વિહળનાથ ધામ થી શ્રી.શ્રી. ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના વરદહસ્તે લોકાર્પણ - At This Time

બાબરાના ચમારડી ગામે ચરખા રોડ ના વસ્તપરા પરિવાર દ્વારા નિર્માણ પ્રવેશદ્વાર નું પંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું શ્રી વિહળનાથ ધામ થી શ્રી.શ્રી. ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના વરદહસ્તે લોકાર્પણ


બાબરા તાલુકા ના ચમારડી ગામના શ્રી મતી ગૌરીબેન ડાયાભાઈ વસ્તરપરા ભરતભાઈ ડાયાભાઈ વસ્તપરા દિલીપભાઈ ડાયાભાઈ વસ્તપરા પરિવાર દ્વારા ગામ ની શોભા માં અભિવૃદ્ધિ કરતા નયન રમ્ય પ્રવેશદ્વાર નું નિર્માણ કરાવ્યું ચમારડી ગામ ખાતે ચરખા અને  ચમારડી ના મુખ્ય માર્ગ પર ભવ્ય પ્રવેશદ્વાર લોકાર્પણ  પાંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું વિહળાનાથ ની સુપ્રસિધ્ધ જગ્યાના પરમ વંદનીય શ્રી.શ્રી. ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ની પધરામણી ભવ્ય સામૈયા થી સત્કાર કરવામા આવ્યો અને પાળીયાદ ધામ ઠાકર પરીવાર અને ચમારડી ગામના ઉદ્યોગપતિ ગોપાલભાઈ વસ્તરપરા સહિત સમસ્ત ચમારડી ગ્રામજનો એવમ સેવક સમુદાય ની વિશાળ ઉપસ્થિતિ માં ભવ્ય પ્રવેશદ્વાર લોકાર્પણ કરાયું હતું ગ્રામ ઉત્થાન માટે ઉદાર સખાવત કરતા વસ્તપરા પરિવાર ઉપર શુભેચ્છા વ્યક્ત કરતા સમસ્ત યુવા આર્મી પ્રમુખ મહેશભાઈ નારોલા હરેશભાઈ વાવડીયા મુકેશભાઈ બુધેલીયા સંજયભાઈ નારોલા અરવિંદભાઈ બુધેલીયા ચસીનભાઈ બોખા જયસુખભાઈ બુધેલીયા નારણભાઇ નારોલા સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઉદારદિલ દાતા પરિવાર ની ગ્રામ વિકાસ માં સખાવત થી સર્વત્ર સરાહના કરાય રહી છે 

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.