કેસ પાછો ખેંચી લેજે નહીંતર પાછો આટીમાં આવી જઈશ કહી માર માર્યો
કેસ પાછો ખેંચી લેવાનું કહી યુવાન પર ચાર શખ્સોએ હુમલો કરતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ગાંધીગ્રામ મેઈન રોડ પર શ્રીરામ ડેરીની સામે રહેતા ધ્રુવિત ઉર્ફે ધ્રુવ જનકભાઈ પરમાર (ઉ.વ.31) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે દિવ્યરાજ વાળા, મંથન ગોહેલ, કેતન ગોહેલ અને મનસુખ ગોહેલના નામ આપી જણાવ્યું હતું કે તે ડ્રાઈવીંગ કામ કરે છે.
તે ગઈકાલે રાત્રીના ફૈઈની દિકરી રિદ્ધિ સાથે ચાલવા નીકળેલ અને ઘરથી થોડે દુર શેરી નં.3ના ખુણે પહોંચતા દિવ્યરાજ વાળા બાઈક લઈ ધસી આવેલ અને ગાળો આપી કહેવા લાગેલ કે મારા પર કરેલ કેસ પાછો ખેંચી લેશે. નહીતર પાછો આટીમાં આવી જઈશ અને તારા ટાંટીયા ભાંગી નાખીશ.
તેમજ શેરીમાં બેસેલા અન્ય આરોપીને બોલાવી માર મારવા લાગેલ હતા. દરમ્યાન તેમના માતા-પિતા છોડાવવા આવતા તેમને પણ માર માર્યો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
