વિસાવદર સબ ડીવીઝન ન.(૧)ના પાવરચોરીના ચાર દાવામાં માત્ર દોઢ જ મહિનામાં રકમ ભરવા આદેશ કરતી વિસાવદર કોર્ટ - At This Time

વિસાવદર સબ ડીવીઝન ન.(૧)ના પાવરચોરીના ચાર દાવામાં માત્ર દોઢ જ મહિનામાં રકમ ભરવા આદેશ કરતી વિસાવદર કોર્ટ


વિસાવદર સબ ડીવીઝન ન.(૧)ના પાવરચોરીના ચાર દાવામાં માત્ર દોઢ જ મહિનામાં રકમ ભરવા આદેશ કરતી વિસાવદર કોર્ટ સિવિલ કોર્ટમાં પી.જી.વી.સી. એલ.કંપની ના સબ ડિવિઝન નંબર (૧)ના કાર્યક્ષેત્રમાં આવતા જુદા જુદા ગામના લોકો દ્વારા પોતાના રહેણાંકી મકાને પી.જી.વી.સી.એલ. કંપનીની હળવા દબાણની લાઈનમાં આંકડા મારી પીળા કલરના સર્વિસ વાયરને જોડી પોતાના રહેણાંકી મકાનમાં વીજ વપરાશ કરતા હોય આ બાબતે વીજ ચેકીંગ કરાતા તેઓ પાવરચોરી કરતા પકડાઈ ગયેલા જેથી તેમની સામે પાવરચોરીની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલ ત્યારબાદ કંપની તરફથી બિલ મોકલવામાં આવેલ જે પાવરચોરીના વિજબીલની રકમ પ્રતિવાદી દ્વારા વિજકચેરીમાં ભરપાઇ ન કરતા કંપની વતી નાયબ ઈજનેર દર્શનાબેન વિસાવાડિયા દ્વારા વિસાવદર કોર્ટમાંપી.જી.વી.સી.એલ.ના પેનલ એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા તા.૧૧/૦૩/૨૪ના રોજ ચાર દાવા દાખલ કરેલ ત્યારબાદ પણ પ્રતિવાદીઓને રકમ ભરવા તથા સમાધાન માટેની તક આપવા છતાં પ્રતિવાદીઓ કોર્ટમાં હાજર રહેલા નહિ.આ કામમાં ઘણા જ ટૂંકાગાળામાં એટલે કે દોઢ માસ જેટલા સમયમાં તેમની સામેના દાવાઓ ચાલી જતા વિસાવદર સિવિલ જજ એસ.એસ.ત્રિવેદી સાહેબ દ્વારા પ્રતિવાદીને દાવાવાળી રકમ તથા તેના ઉપરના ડી.પી.સી.ચાર્જ સહિત ની રકમ,વકીલ ફી તથા કોર્ટ ફી સહિતની રકમ ચૂકવવાનો માત્ર દોઢ મહિના જેવા સમયગાળામાં હુકમ કરતા પાવરચોરી કરી વિજબીલની રકમ વર્ષોસુધી નહિ ચૂકવતા લોકોમાં ફફડાટ મચી ગયેલ છે અને કોર્ટોમાં વર્ષોસુધી કેસ ચાલે તેવી માન્યતા ઉપર પડદો પડી ગયેલ છે.આ કામમાં પી.જી.વી.સી.એલ. કંપની તરફથી વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશી રોકાયેલ હતા.

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.