વેરાવળ સીટી પોલીસ સ્ટેશન જી.ગીર સોમનાથ 🚨 *પ્રતિબંધિત ચાઇનીઝ દોરાની ફિરકીઓ સાથે બે ઇસમોને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરતી વેરાવળ સીટી પોલીસ* 🚨
વેરાવળ સીટી પોલીસ સ્ટેશન
જી.ગીર સોમનાથ
🚨 *પ્રતિબંધિત ચાઇનીઝ દોરાની ફિરકીઓ સાથે બે ઇસમોને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરતી વેરાવળ સીટી પોલીસ* 🚨
💫હાલ મક્કરસંક્રાંતિ (ઉતરાયણ) ના તહેવાર સબબ ભારત સરકાર તથા ગુજરાત સરકારે ચાઇનીઝ દોરાના વેપાર, આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ, વપરાશ અને ઉપયોગ કરવા તથા ઉડાડવા ઉપર પ્રતિબંધ અંગે જાહેરનામા તથા સુચનાઓ બહાર પાડેલ હોય જે અન્વયે *મ્હે.અધિક જીલ્લા મેજી.સા. ગીર સોમનાથનાઓએ જાહેરનામા નં.-એમએજી/સી/૪૧૪૦/૨૦૨૨ તા-૦૩/૦૧/૨૦૨૩ થી ચાઇનીઝ દોરાના વેપાર, આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ, વપરાશ અને ઉપયોગ કરવા તથા ઉડાડવા ઉપર પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડેલ હોય* જે અનુસંધાને
💫 *જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન.જાડેજા સાહેબ તથા વેરાવળ ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.ખેંગાર સાહેબ* નાઓએ ગે.કા. ચાઇનીઝ દોરાના વેપાર, આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ, વપરાશ અને ઉપયોગ કરતા તથા ઉડાડતા ઇસમો વિરૂધ્ધમાં કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને *વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.ઇશરાણી* નાઓની સુચનાથી તેમજ માર્ગદર્શન હેઠળ
💫આજરોજ મક્કરસંક્રાંતિ (ઉતરાયણ) ના તહેવાર સબબ વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ *વેરાવળ ચોપાટી ખાતે બંદોબસ્ત/પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ચોપાટી ખાતે ગે.કા. રીતે ચાઇનીઝ દોરી વડે પતંગ ચગાવતા બે ઇસમોને પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.*
💫 *પકડાયેલ આરોપીઓ-*
(૧) પ્રિન્સ વિજયભાઇ મકવાણા ઉ.વ.૧૯, રહે.વેરાવળ, સુજુકી શોરૂમ પાસે, નિલમ એપાર્ટમેન્ટ, ત્રીજા માળ.
(૨) અલ્ફાઝ બાબુભાઇ શેખ ઉ.વ.૧૯, રહે.વેરાવળ, આઇશા સીદીક એપાર્ટમેન્ટ, પેલો માળ.
💫 *કબ્જે કરેલ મુદામાલ-*
(૧) પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકીઓ નંગ-૨ કિં.રૂ.૪૦૦/-
💫 *કામગીરી કરનાર ટીમ-* વેરાવળ સીટી પો.સ્ટે.ના પો. ઇન્સ. શ્રી એસ.એમ.ઇશરાણી તથા PSI શ્રી એ.સી.સિંધવ તથા એ.કે.ખુમાણ તથા એ.એસ.આઇ. દેવદાનભાઇ તથા પો. હેડ કોન્સ. મયુરભાઇ મેપાભાઇ તથા ચિંતનસિંહ જગદિશભાઇ તથા પો. કોન્સ. નદીમભાઇ શેરમહમદભાઇ તથા પ્રવિણભાઇ હમીરભાઇ નાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.