રૂપાલા અપાવશે જર્જરિત ક્વાર્ટરધારકોને ન્યાય - At This Time

રૂપાલા અપાવશે જર્જરિત ક્વાર્ટરધારકોને ન્યાય


સ્થાનિક નેતાઓએ ગરીબ પરિવારો માટે રસ નહીં લેતા નવા ચૂંટાયેલા સાંસદે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

ડેરીલેન્ડ​​​​​​​ અને આનંદનગરના સીલ કરાયેલા ફ્લેટ સંદર્ભે સાંસદ હવે રોજેરોજ મોનિટરિંગ કરી ઉકેલ લાવશે

હાઉસિંગ બોર્ડે નિર્માણ કરેલા ડેરીલેન્ડના 696 અને આનંદનગરના 48 ક્વાર્ટર્સને સીલ મારી દેવાના મામલામાં અંતે સંસદસભ્ય રૂપાલાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી અસરગ્રસ્તો માટે યોગ્ય વિકલ્પ આપવા માંગ કરી હતી. અસરગ્રસ્તોને નવા મકાન મળે અથવા તો તેમને ભાડેથી રહેવા માટે મકાન સોંપવામાં આવે સહિતના વિકલ્પ પર મંથન કરી ગણતરીના દિવસોમાં એ દિશામાં ઉકેલ આવશે તેવા પ્રયાસો રૂપાલાએ શરૂ કર્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.