માળીયા હાટીના BAPS સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો
દેશ વિદેશ તેમજ ગુજરાત ભરમાંથી સંતો તેમજ હરિભક્તોએ આપી હાજરી
BAPS સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા 1300 જેટલા મંદિરોની સ્થાપના કરવામાં આવી
BAPS સ્વામિનારાયણ સંપ્રદાય સંતો દ્વારા પત્રોકારો ને આશીર્વાદ વચન આપી સાથે સંકલ્પ સ્મૃતિ આપી સન્માન કર્યું
નાના બાળકોએ વેશભૂષા સાથે સાંસ્કૃતિ કાર્યક્રમ યોજી હરિભક્તો દીલ જીતી લીધા હતા
વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે માનવ ઉત્કર્ષનું યુગકાર્ય કર્યું હતું. એ પરંપરામાં આ વર્ષે BAPS સ્વામિનારાયણ સંતોની પ્રેરણાથી માળીયા હાટીના ખાતે શિખરીય મંદિરનું નિર્માણ થયેલ છે.
પ્રગટ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ ગુરૂ હરી મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી માળીયા હાટીનાના આંગણે ભવ્ય મંદિર નું નિર્માણ થયું છે. ત્યારે મૂર્તિઓની સ્થાપના વિધિ સંસ્થાના વરિષ્ઠ સંતોના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે આ નવનિર્મિત મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, હનુમાનજી મહારાજ અને ગણપતિજીની મૂર્તિઓ શાસ્ત્રોક્ત વિધિ મુજબ બિરાજમાન કર્યા હતા
આ મંદિરનો મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અને વિદ્વાન સંતોની ઉપસ્થિતિમાં તેમજ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચારો કરી મુર્તિ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી.
પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે મંદિરમાં બિરાજમાન નાર ઠાકોરજીની મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા માળીયા હાટીનાના રાજમાર્ગો પર ગઇ બપોરે સાંજે 4 થી 7 દરમ્યાન યોજાઈ હતી.ત્યારબાદ પ્રતિષ્ઠીત થયેલ મુર્તિની આગળ ભવ્ય અન્નકુટ ગોઠવવામાં આવ્યો હતો. અને ત્યારબાદ સંતો, હરિભકતોની હાજરીમાં ભવ્ય આરતી યોજાઇ હતી. આ પ્રતિષ્ઠા વિધિમાં માળીયા હાટીના ખાતે સંતો તેમજ શહેરના અગ્રણીઓ, મહાનુભાવોની હાજરીમા પુજન કરાયું હતું. ત્યારબાદ આરતી યોજાઇ હતી. સવારે ૧૦.૩૦ વાગ્યા બીએપીએસ સ્વામિનારાયણ આનંદ સ્વરૂપ સ્વામી મહંત ગાંધીનગર, અક્ષર ચરણ સ્વામી સહિતનાસંતોના પ્રવચનો, સંતો-મહંતો સન્માન સમારોહ તેમજ દાતાશ્રીઓ અને સ્વયંમ સેવકો અને હરિભક્તો દ્વારા સેવા કારનાર લોકોનું અભિવાદન સમારોહ યોજાયો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા જોગીદાસ ભાઈ સીસોદીયા, રણજીત ભાઈ સીસોદીયા, પ્રતાપભાઈ ગાંગણા, કાળુભાઈ ભલગરીયા સહિતના હરિભક્તોએ ભારી જહેમત ઉઠાવી હતી
માળીયા હાટીના BAPS સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દ્વારા ભવ્ય મહાપ્રસાદ નું આયોજન કરેલ જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભલીધો હતો. અંતમાં BAPS સ્વામી મંદિરના અખંડ ચિંતન સ્વામી અને આદર્શપ્રિય સ્વામીએ ઉપસ્થિત સંતો નું તેમજ હરિભક્તો , સ્વયંમ સેવકો અને માળીયા હાટીના તાલુકાની ધાર્મિક પ્રેમી જનતાનો આ ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપવા બદલ ખરા હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરેલ
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.