રાજકોટ-જામનગર પોલીસની બંધારણીય હક્ક અધિકાર વિરુદ્ધની વરવી ભૂમિકાના વિરોધમાં રેલી, - At This Time

રાજકોટ-જામનગર પોલીસની બંધારણીય હક્ક અધિકાર વિરુદ્ધની વરવી ભૂમિકાના વિરોધમાં રેલી,


રાજકોટ શહેર તા.૧૧/૨/૨૦૨૫ ના જય ભારત સાથ જણાવવાનું કે ગત તા. ૩૦-૧-૨૦૨૫ના રોજ જામનગર મહાનગર ખાતે મુસ્લિમ બિરાદરોના ધાર્મિક સ્થળોના ગેરકાયદેસર ડીમોલેશન સામે ન્યાયિક લડત બાબતે સંવિધાનના દાયરામાં રહી અનુશાસન અને શાંતિપૂર્વક રજુઆત કરતા પૂર્વ જામનગર શહેર પોલીસ દ્વારા હંમેશા ગરીબ, દલિત પછાત વર્ગના બંધારણીય અધિકાર માટે લડતા યુવા ભીમ સેનાના સંસ્થાપક ડી.ડી.સોલંકી તેમજ અન્ય સાથી સર્વે સમાજના આગેવાનોની જાણે કોઇ આંતકી હોય તે રીતે પોલીસ અને તેના મળતીયાઓ દ્વારા ડી.ડી.સોલંકી તેમજ અન્ય આગેવાનોનું પોલીસ દ્વારા અપહરણ કર્યુ અને ડી.ડી.સોલંકી દ્વારા સોશિયલ મીડીયામાં લાઇવ કરતા પોલીસે મોબાઇલ લૂંટ કરી લીધો અને ૪ કલાક સુધી બી.ડીવિઝન પોલીસ મથક ખાતે ગોંધી રાખેલ અને આવી પ્રવૃતિ નહીં કરવા અને સત્વરે જામનગર શહેર છોડી દેવા ધાક-ધમકીઓ આપવામાં આવી. તેમજ ધાર્મિક વૈમનશ્યનું નિર્માણ થાય તેવી ભૂમિકાઓ પોલીસે ભજવી અને આગેવાની છોડી દેવા ટોર્ચર કરવામાં આવ્યુ. ગરીબ પછાત વર્ગના લોકો માટે બંધારણીય અને હક્ક અધિકારની લડત લડતા આગેવાનો સાથે ભવિષ્યમાં પોલીસ આવુ ષડયંત્રકારી કૃત્ય ના કરે તે સંદર્ભમાં આગામી તા.૧૨-૨-૨૦૨૫, બુધવારે સવારે ૧૧ વાગ્યે ડો.બાબા સાહેબ આંબેડકર પ્રતિમા, ડો.આંબેડકર ચોક, સીવિલ હોસ્પિટલ પાસે, રાજકોટથી રેલી સ્વરૂપ માન.રેન્જ આઇ.જી. ને આવેદન આપવામાં આવશે. અને આ ઘટનામાં વરવી ભૂમિકા ભજવનાર પોલીસ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવા અંગે રજુઆત કરવામાં આવશે. તો ઉક્તદિને અને સમયે ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજકોટ જિલ્લા/શહેરના બુદ્ધ, ફૂલે, શાહુ-આંબેડકરી અને કાંશીરામ ચળવળના બહુજન યોદ્ધાઓ તેમજ ભારતીય બંધારણને માનનારા સર્વે સમાજના લોકોને બહોળી સંખ્યામાં જોડાવવા આહવાન કરવામાં આવે છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image