વેરાવળ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે - At This Time

વેરાવળ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે


વેરાવળ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તૈયારી અને આયોજન અંગે બેઠક યોજાઈ ગીર સોમનાથ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી વેરાવળ ખાતે થશે. જે અંગે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તૈયારી અને આયોજન અંગે એક બેઠક યોજાઈ હતી.ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ વેરાવળમાં કે.સી.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ત્યારે જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી તૈયારી અને આયોજન અંગેની બેઠકમાં પ્રજાસત્તાક પર્વ ઉજવણી બાબતે વિવિધ અમલીકરણ સમિતિઓની રચના કરી કામગીરી ફાળવણી કરવામાં આવી હતી.
સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, સ્ટેજ, ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પાણીની વ્યવસ્થા, વીજ પુરવઠો તેમજ શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર સહિતની વિવિધ કામગીરી વિશે ચર્ચા કરી હતી.પ્રજાસત્તાક પર્વનું સુનિયોજિત અને સુચારૂ રીતે આયોજન થાય તે માટે જિલ્લા કલેકટરશ્રીએ ઉપસ્થિત સર્વે અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી યોગેશ જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જૈમિની ગઢિયા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પારસ.ડી.વંદા, નાયબ કલેક્ટર-૧ શ્રી એફ.જે.માકડા સહિત ફિશરીઝ, આરોગ્ય, શિક્ષણ, પોલીસ વિભાગ, રમતગમત વગેરે વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image