ધાંગધ્રા ના વિરેન્દ્રગઢ આશ્રમશાળાના નવા સંકુલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો - At This Time

ધાંગધ્રા ના વિરેન્દ્રગઢ આશ્રમશાળાના નવા સંકુલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો


વિરેન્દ્રગઢ આશ્રમશાળાના નવા સંકુલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

આચાર્ય વિનોબાભાવેના સર્વોદયી વિચારોથી પ્રેરીત કર્મયોગી પરિવાર સુરતના પુરુષાર્થથી "309 સરસ્વતીધામ" નવનિર્માણ અભિયાનના મુખ્ય દાતાશ્રી માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત અને માતુશ્રી સ્વ.વસંતબેન કાળુભાઇ ડોડીયા પરીવાર, ટીંબી તા-ઉમરાળા દ્વારા શ્રમિક સેવા ટ્રસ્ટ સંચાલિત અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા-વિરેન્દ્રગઢ તા-ધ્રાંગધ્રા ના નવા શૈક્ષણિક સંકુલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

વઢવાણના પુર્વ ઋષિતુલ્ય ધારાસભ્યશ્રી અરવિંદભાઇ આચાર્ય અને વંચિતોના મસિહા અને ગુજરાત રાજ્યના પુર્વ નાણામંત્રી શ્રી સનતભાઇ મહેતાના પ્રકલ્પોને પુર્ણ કરવાની દિશામાં આ મહત્વના કાર્યનો શુભારંભ થયો છે.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવી વડીલ મુરબ્બીશ્રી વલ્લભભાઈ સવાણી-પી.પી.સવાણી ગૃપ સુરત, અભિયાનના મુખ્ય દાતાશ્રી કેશુભાઈ ગોટી, દયાળજીભાઇ વાધાણી, ધ્રાંગધ્રાના ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, સહયોગી દાતાશ્રી સુરેશભાઈ ડોડીયા, પરેશભાઈ ડોડીયા તથા સમગ્ર ડોડીયા પરીવાર અને કર્મયોગી પરિવાર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

નવું શૈક્ષણિક સંકુલ બનવાથી શાળાના નાના ભુલકાઓને પોતાનાં સપનાઓને સાકાર કરવા માટે અગત્યનું પ્લેટફોર્મ મળ્યું છે તથા આજુબાજુના રણકાંઠા વિસ્તારના અનેક દિકરા દિકરીઓના જીવનમાં શિક્ષણનુ એક નવું કિરણ પ્રગટ્યું છે.

સવારે 9:30 વાગે કાર્યક્રમ શરુ થયો હતો, જેમા પ્રાર્થના, દિપ પ્રાગટ્ય, મહેમાનોનું સ્વાગત, સ્વાગત પ્રવચન, બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ ક્ષેત્રના સમાજસેવકોને એવોર્ડ અર્પણ, મહેમાનોના આશીર્વચનો અને બપોરે 2 વાગે ભોજન સમારંભની સાથે કાર્યક્રમ પુર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન પોતાની આગવી શૈલીમાં અનુભવોનું ભાથું વાગોળતાં વડીલશ્રી કેશુભાઈ ગોટી અને પરેશભાઈ ડોડીયાના પ્રવચનો સાંભળીને બાળકો અને ઉપસ્થિત લોકો અભિભાવુક બન્યાં હતાં.

આ સોનેરી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને વડીલોના આશીર્વાદની સાથે સાથે ટ્રસ્ટનાં પ્રમુખશ્રી શિતલભાઇ મહેતા, ઉપ પ્રમુખશ્રી તૃપ્તિબેન શુક્લ, મંત્રીશ્રી પ્રદિપભાઇ વૈષ્ણવ, આચાર્યશ્રી વિનોદભાઇ સોનેચા, સમાજસેવિકા નિરૂપાબેન શાહ અને જાણીતા સમાજસેવીઓ અને સમાજશ્રેષ્ઠીઓના સહયોગથી આ કાર્યક્રમ સફળતા પુર્વક પૂર્ણ થયો હતો.


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.