ગત વર્ષની જેમ આ વર્ષે પણ તા.12-1-2024 શુક્રવારે સવારે 10-00 વાગે રાષ્ટ્રીય યુવા દિવસ તથા સ્વામી વિવેકાનંદ જયંતિના શુભ દિને ડૉ.આંબેડકર ગ્રાઉન્ડ,એસટી સ્ટેન્ડ પાસે,રાણીપ ખાતે નવા વાડજ અમદાવાદ અખબાર નગર સર્કલ - At This Time

ગત વર્ષની જેમ આ વર્ષે પણ તા.12-1-2024 શુક્રવારે સવારે 10-00 વાગે રાષ્ટ્રીય યુવા દિવસ તથા સ્વામી વિવેકાનંદ જયંતિના શુભ દિને ડૉ.આંબેડકર ગ્રાઉન્ડ,એસટી સ્ટેન્ડ પાસે,રાણીપ ખાતે નવા વાડજ અમદાવાદ અખબાર નગર સર્કલ


ગત વર્ષની જેમ આ વર્ષે પણ તા.12-1-2024 શુક્રવારે સવારે 10-00 વાગે રાષ્ટ્રીય યુવા દિવસ તથા સ્વામી વિવેકાનંદ જયંતિના શુભ દિને ડૉ.આંબેડકર ગ્રાઉન્ડ,એસટી સ્ટેન્ડ પાસે,રાણીપ ખાતે નવા વાડજ અમદાવાદ અખબાર નગર સર્કલ ખાતે આવેલી મનોદિવ્યાગ બાળકો માટેની સતત કાયૅરત સ્મિત ચાઈલ્ડ એજયુકેશન ટ્રસ્ટ સંસ્થા દ્વારા મનોદિવ્યાગ બાળકો ભારતીય સંસ્કારોથી અવગત થાય તે હેતુથી સંચાલક ચંદ્રસિંહ ચૌહાણના પ્રયત્નોથી મહાપર્વ ઉતરાયણ પૂર્વે પંતગોત્સવની પ્રેરક ઉજવણી મનોદિવ્યાગ બાળકોમાં ગમ્મત સાથે મનોવૈજ્ઞાનિક જ્ઞાન વિકાસના ઉદ્દેશથી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી જેમાં સોપાન સ્પેશિયલ સ્કૂલના મનોદિવ્યાગ બાળકોએ પણ ગીત સંગીત સાથે પતંગ ચગાવ્યા હતા
તે સૌ બાળકોને પતંગ,ફિરકી,ચશ્મા,પિપુડા, તલ,સીગ,માવાની મિક્ષ ચિકી,મમરા,રાજગરાના લાડુ,ફેસમાસની કિટ આપવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનાં અંતે સ્વાદિષ્ટ ભોજનમાં ઊંધીયુ,જલેબી, પુરી,પાપડ,મીક્ષ ભજીયાનુ લંચ કરાવવામાં આવ્યું હતું તે સાથે જીવન તીર્થ સંસ્થાની 50 વિધવા બહેનોને પણ ભોજન કરાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનો સહયોગ દાતાશ્રીઓ લલીતાબેન હસમુખભાઈ પટેલ,ગાયત્રી પરિવાર નારણપુરા,શિક્ષાપત્રી ફાઉન્ડેશન ગાંધીનગર, લાયસન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ, કનુભાઈ પરીખ SBI,હિમાબેનદવે તેમજ અનન્યો સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.