મહીસાગર જિલ્લામાં ૦૮ થી ૨૨ એપ્રિલ સુધી વિવિધ થીમ પર પોષણ પખવાડિયાની ઉજવણી કરાશે
પોષણ અભિયાન અંતર્ગત ૦૭માં પોષણ પખવાડિયાની ઉજવણી માટેના આયોજન અન્વયે આજરોજ મહીસાગર જિલ્લા પંચાયતના તેમજ તાલુકા કક્ષાના તમામ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે પોષણ પખવાડા ઉજવણી અંગેની બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
આ બેઠકમાં પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા સંકલનમાં રહીને જિલ્લા, તાલુકા, ઘટક, સેજા, ગ્રામ્ય કક્ષાએ સક્રિય ઉજવણી થાય અને તેનુ રીપોર્ટીંગ જિલ્લા કક્ષાએ કરવામાં આવે તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તમામ વિભાગોને સૂચના આપવામાં આવી તેમજ પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા આ મીટિંગમાં થીમવાઈઝ પ્રવૃતિ થાય તેમજ આંગણવાડી કક્ષાએ સેજા કક્ષાએ તેમજ ઘટક કક્ષાએ ઉજવણીના આયોજન બાબત માર્ગદર્શન આપવામાં આવેલ.
મહીસાગર જિલ્લામાં પોષણ પખવાડિયાન દરમિયાન ૦૮ થી ૨૨ એપ્રિલ દરમિયાન જીવનમાં પ્રથમ ૧૦૦૦ દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું, પોષણ ટ્રેકરમાંના લાભાર્થી મોડ્યૂલનો પ્રચાર-પ્રસાર, CMAM મોડ્યુલ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન અને બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા માટે સ્વસ્થ જીવનશૈલી જેવા વિવિધ થીમ પર પોષણ પખવાડિયાની ઉજવણી કરાશે.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી દક્ષાબેન, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મૈત્રીબેન, આરોગ્ય અધિકારીશ્રી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
