હિંમતનગર રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી
હોળી ધુળેટીના તહેવાર પર વતન જવા માટે અસારવાથી ચિતોડગઢ જતી ટ્રેનમાં મુસાફરોની ભીડ
રાજસ્થાનના વતનીઓ હોળી ધુળેટીના તહેવાર મનાવવા માટે રેલવે અને ટ્રાવેલ્સ બસમાં જોવા મળે છે. આજે અસારવા-ચિતોડગઢ રેલવેમાં બેસવા માટે હિંમતનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી હતી.
આ અંગેની વિગત એવી છે કે, આજે હોળી અને આવતીકાલે ધૂળેટીનો પર્વ છે ત્યારે વતન રાજસ્થાન જવા માટે રેલવેમાં મુસાફરોની ભીડ જોવા મળી હતી. હિંમતનગર રેલવે સ્ટેશન પર અસારવાથી ચિતોડગઢ જતી રેલવેમાં બેસવા માટે મુસાફરોની ભીડ જોવા મળી હતી. સસ્તી અને ઝડપી પહોંચાડતી રેલવેની મુસાફરીનો લાભ રાજસ્થાનના મુસાફરો વધુ જોવા મળે છે. રવિવારે બપોરે હિંમતનગર રેલવે સ્ટેશન પર આવેલ અસારવા - ચિતોડગઢ રેલવેમાં ડુંગરપુર, વીંછીવાડા, ઉદેપુર અને ચિતોડગઢ જવા માટે મુસાફરો આવ્યા હતા. વતન જવા માટે મુસાફરો બેસવા માટે દોડતા જોવા મળ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.