સારી મેઘ મહેર થઇ હોવાથી શહેરીજનોને અપાશે એકાંતરા પાણી
પોરબંદરમાં ચાલુ વર્ષે મોસમનો સરેરાશ વરસાદ ૧૨૫% પડી ગયો છે જેથી પોરબંદરવાસીઓને પીવાનું પાણી પૂરુ પાડતા બંને ડેમ છલોછલ ભરાઇ ચૂક્યા છે માટે પોરબંદરવાસીઓને હવે ૧૫ ઓગસ્ટની ભેટ સ્વરૂપે એકાંતરા પાણી વિતરણ કરવામાં આવશે.
પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ જણાવ્યુ હતુ કે પોરબંદરવાસીઓ ઉપર કુદરત મહેરબાન છે અને આ વર્ષે રેકોર્ડબ્રેક વરસાદ પડયો છે જેથી પોરબંદરને પીવાનું પાણી પૂરુ પાડતા બરડા ડુંગર મધ્યે આવેલા ખંભાળા અને ફોદાળા બંને ડેમ છલોછલ છે તેથી પોરબંદરવાસીઓને પાણીની તંગીમાંથી ૧૫ ઓગસ્ટે આઝાદી મળશે અને શહેરીજનોને એકાંતરા પાણી વિતરણ કરવામાં આવશે. તેઓએ વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે પોરબંદરના ખાપટ અને બોખીરા વિસ્તારમાં પાણીના સ્ટોરેજની કેપેસીટી ઓછી છે તેથી આ વિસ્તારમાં હાલમાં જે રીતે વિતરણ થઇ રહ્યુ છે તે મુજબ ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવશે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.