ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળા નં 24 પ્રા.શાળા બોટાદ ખાતે શિક્ષકદિન ઉજવણીનું થયેલ આયોજન
ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળા નં 24 પ્રા. શાળા બોટાદ ખાતે શિક્ષકદિન ઉજવણીનું થયેલ આયોજન
આવનાર સમયમાં શિક્ષણ થકી દેશના વિકાસના ભવિષ્યમાં આદર્શ પેઢીનું નિર્માણ થાય અને ભારતીય સંસ્કૃતિનો બહોળો વિકાસ થાય તેહેતુ બાળકોમાં આદર્શના ગુણો રેડતા શિક્ષકોના માનમાં શિક્ષકદિનની ઉજવણી થાય છે એવા આદર્શપુરુષ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણન ના આજના જન્મજયંતી નિમિતે ડૉ સર્વપલ્લી રાધાૃષ્ણન્ નગર પ્રા શાળા નં ૨૪ બોટાદ ખાતે બાળકો દ્વારા અનોખી રીતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.સમગ્ર દિવસનું બાળકો દ્વારા સુદર શિક્ષણ કાર્ય કરાવવામાં આવ્યું.શાળાના ધોરણ 5માં અભ્યાસ કરતા પલકબેન આચાર્ય તરીકે ભૂમિકા ભજવેલ તેમજ ઉપાચાર્ય તરીકે શુભમભાઈએ જવાબદારી સભાળેલ.શાળાના મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા.શિક્ષક દિન અન્વયે બાળકોને શિક્ષકો દ્વારા શિક્ષકદિનના મહિમા અન્વયે માર્ગદર્શન આપેલ..શાળા દ્વારા કાર્યક્રમમાં જોડાયેલ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.શાળાના આચાર્ય બહેન ભૂમિબેન પટેલ દ્વારા બાળકોને શુભકામનાઓ પાઠવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.