રાજકોટ શહેર કક્ષાની ફૂટબોલ સ્પર્ધા પૂર્ણ.
રાજકોટ શહેર તા.૧૬/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર કક્ષાના અંડર ૧૪ બહેનો માટેની ફૂટબોલ સ્પર્ધા પૂર્ણ થઈ હતી. જેમા પ્રથમ ક્રમાંકે સેન્ટપોલ સ્કૂલ, દ્વિતીય ક્રમાંકે સન સાઈન સ્કૂલ અને ત્રીજા ક્રમાંકે કડવીબાઈ વિરાણી સ્કૂલની ટીમ વિજેતા થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભ યોજવામા આવે છે, જેનો હેતુ રાજ્યના રમતવીરોને પ્રોત્સાહિત કરવા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન થાય તે માટે ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતેથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના યુવાનો સહિત મોટી ઉંમરના વડીલોએ પણ રજીસ્ટ્રેશન કરાવી ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. રાજકોટ શહેર કક્ષાના અંડર ૧૪ની બહેનોની ફૂટબોલ સ્પર્ધા પૂર્ણ થઈ હતી. જેમા વિજેતા ટીમને સન્માનિત કરવાની સાથે તમામ ટીમને પ્રોત્સાહિત કરાયા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
